Western Times News

Gujarati News

અગ્નિવીરો માટે CAPF અને અસમ રાઇફલ્સમાં ૧૦ ટકા અનામત

નવી દિલ્હી, સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

આ પ્રદર્શન જાેતા ગૃહ મંત્રાલયે અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ અને અસમ રાઇફલ્સની ભરતીમાં અગ્નિવીરોને ૧૦ ટકા અનામત આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે અગ્નિવીરની રૂપમાં સેવા પુરી કરનારને અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયના મતે અગ્નિવીરોને અધિતકમ ઉંમરમાં ૩ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. આ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે.

ખાસ કરીને ભારતીય રેલવેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે. ઉગ્ર પ્રદર્શનકારીઓ દ્વારા ભારતીય રેલવેને નિશાન બનાવ્યા પછી હવે ભાજપા નેતાઓને ટાર્ગેટ કર્યા છે.

શુક્રવારે બેતિયામાં બિહારના ઉપ મુખ્યમંત્રી રેણુ દેવી અને બિહાર ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલના ઘરને નિશાન બનાવ્યા છે. ઉગ્ર ભીડે ડિપ્ટી સીએમ રેણુ દેવીના નિવાસસ્થાને પત્થરમારો કર્યો હતો. ઘટના સમયે તે ઘરમાં ઉપસ્થિત ન હતા. પ્રદર્શનકારીઓએ સંજય જાયસ્વાલના ઘરે અચાનક હુમલો કર્યો હતો.

સંજય જાયસ્વાલના ઘરની બહાર તોડફોડ કરવામાં આવી હતી. સૂચના મળવા પર પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી ઘસેડ્યા હતા. હુમલો થયો તે સમયે સંજય જાયસ્વાલ પોતાના ઘરમાં જ હાજર હતા. રક્ષા મંત્રાલયના મતે અગ્નિપથ યોજના અંતર્ગત યુવાઓને પ્રથમ વર્ષે ૪.૭૬ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે.

ચોથા વર્ષ સુધી વધીને ૬.૯૨ લાખ સુધી પહોંચી જશે. આ સિવાય અન્ય રિસ્ક અને હાર્ડશિપ ભથ્થા પણ મળશે, ચાર વર્ષની નોકરી પછી યુવાઓને ૧૧.૭ લાખ રૂપિયાની સેવા નિધિ આપવામાં આવશે. જેના પર કોઇ ટેક્સ લાગશે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.