Western Times News

Gujarati News

કલોલ સિવિલના તબીબોની બેદરકારીથી નવજાત શિશુનું મોત

કલોલ, કલોલ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીંના તબીબો દ્વારા મહિલાની પ્રસૂતિ કરવામાં ના આવતા નવજાત બાળકનું મોત થયું હોવાનું

તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાને પ્રસૂતિ અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પણ તબીબોએ પ્રસુતિના કરાવી જેના કારણે બાળકનું મોત થયું હતું.

તબીબોની ગંભીર બેદરકારીને પગલે લોકોમાં તબીબો પ્રત્યે આક્રોશ ફરી વળ્યો છે. અને આ ગંભીર બેદરકારી દાખવનાર તબીબો સામે પગલાં ભરવાની માંગણી કરાઈ છે.

કલોલની સિવિલ હોસ્પિટલમાં કાજલ દંતાણી નામની મહિલા ગર્ભવતી હોવાથી પ્રસૂતી માટે દાખલ થઇ હતી.

મહિલાને હોસ્પિટલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજના સમયે મહિલાને પ્રસુતિની પીડા ઊપડી હતી જેથી તેના પરિવારજનો?

ડોક્ટર પાસે દોડી ગયા હતા. પણ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર કે નર્સ હાજર ન હતું. તેથી પરિવારજનોએ ત્યાં હાજર એક સફાઈ કામદાર મહિલાની મદદ માંગી હતી.

આ મહિલાની મદદથી પ્રસુતિ કરાવવામાં આવી હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું. પ્રસૂતિમાં બાળકનો જન્મ થયો હતો. પણ બાળક રડતું હતું. જેથી તેને તુરંત ગાંધીનગરની સિવિલમાં લઈ જવામાં આવ્યું હતું.

પણ બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ફરજ પરના તબીબે બાળકને મરણ થયેલું જાહેર કર્યું હતું. સિવિલ માં સમયસર કોઈ તબીબ પ્રસુતિ કરાવવા ન આવતા મોત થયા નો આક્ષેપ છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.