Western Times News

Gujarati News

બનાસકાંઠાના 14 તાલુકા કક્ષાના સ્થળો સહિત તમામ સરકારી અને જાહેર સ્થળોએ યોગ દિનની થશે ઉજવણી

પ્રતિકાત્મક

શિક્ષણ રાજય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

(માહિતી બ્યુરો, પાલનપુર) આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોગ દિવસની ઉજવણી માટે ભારત સરકાર દ્વારા ૭૫ આઈકોનીક સ્થળોએ પણ ઉજવણી થનાર છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી 21 મી જૂન-૨૦૨૨ના રોજ આઠમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ વિશ્વયોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માઇભક્તો ચાચર ચોકમાં યોગ કરશે અને નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો યોગ કરી વિશ્વભરમાં યોગનો સંદેશ ફેલાવશે.

આ ઉપરાંત જિલ્લામાં ૧૪ તાલુકા કક્ષાએ જેમાં વિનયમંદિર, ટાકરવાડા, પૂજ્ય ધનગિરી વિવેકાનંદ વિદ્યાલય, જડિયા, આદર્શ હાઈસ્કૂલ માલગઢ, મોડેલ હાઈસ્કૂલ અમીરગઢ, એમ.વી.વાલાણી હાઈસ્કૂલ શિહોરી, સરભવાનીસિંહ હાઈસ્કૂલ દાંતા, શ્રી વી.જે. પટેલ હાઈસ્કૂલ વડગામ, મામલતદાર કચેરી સૂઈગામ, પી.એમ.રાવલ વિદ્યાલય ઉજ્જનવાડા,

વી. કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદર, સરસ્વતી હાઈસ્કૂલ લાખણી, સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, થરાદ- ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી, વિનય વિદ્યામંદિર વાવ ખાતે તેમજ પાંચ નગરપાલિકા કક્ષાએ જેમાં ડી. બી. પારેખ હાઈસ્કૂલ ધાનેરા, ડી. એન. જે. આદર્શ હાઈસ્કૂલ ડીસા,  ઓગડ  વિદ્યાલય થરા, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહૉલ પાસે,

ખાડીયા મેદાન, ભાભર, ગાયત્રી  વિદ્યાલય, થરાદ ખાતે તેમજ તમામ પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં, તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં, તમામ આઈ.ટી.આઈમાં, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, જેલ, પોલીસ સ્ટેશન, ગ્રામ્ય કક્ષાએ તેમજ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને નજીકના યોગના સ્થળે જોડાવા કલેક્ટરશ્રી આનંદ પટેલે અનુરોધ કર્યો છે. કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે, યોગપ્રેમીઓએ તેમના નજીકના યોગના સ્થળે સવારે ૬:૦૦ કલાકે ભેગા થવાનું રહેશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમગ્ર સ્થળોએ વર્ચ્યુઅલી જોડાશે. તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.