Western Times News

Gujarati News

અગ્નિવીરની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા જુલાઈથી

નવી દિલ્હી, ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન જારી કરી દીધુ છે. જેના હેઠળ ઉમેદવારોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવુ અનિવાર્ય છે. જે બાદ ભારતીય સેનાની સત્તાકીય વેબસાઈટ joinindianarmy.nic.in પર વિજિટ કરવુ પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ ૨૦૨૨થી શરૂ થશે.

આ પદ માટે થશે ભરતીઃ અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેક્નિકલ (એવિએશન/એમ્યુનેશન), અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ, અગ્નિવીર ટ્રેડ્‌સમેન ૧૦મુ પાસ, અગ્નિવીર ટ્રેડ્‌સમેન ૮મુ પાસ. નોટિફિકેશન અનુસાર, ભરતીઓ સમગ્ર રીતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પર મેરિટ આધારિત થશે. માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થનારા ઉમેદવારોને સેનામાં ભરતીનો દાવો કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં.

એ પણ કહેવામાં આવ્યુ છે કે જે ઉમેદવારોની પાસે જરૂરી સર્ટિફિકેટ હશે નહીં, તે પોતે રિજેક્શન માટે જવાબદાર રહેશે.જારી નોટિફિકેશન અનુસાર ઉમેદવારોની ભરતી ૪ વર્ષ માટે કરવામાં આવશે. આ દરમિયાન પ્રત્યેક વર્ષ ૩૦ દિવસની રજા પણ મળશે. સર્વિસના પહેલા વર્ષે ૩૦,૦૦૦ પગાર અને ભથ્થુ, બીજા વર્ષે ૩૩,૦૦૦ પગાર અને ભથ્થુ, ત્રીજા વર્ષે ૩૬,૫૦૦ પગાર અને ભથ્થુ તથા છેલ્લા વર્ષે ૪૦,૦૦૦ પગાર અને ભથ્થુ આપવામાં આવશે.

પદાનુસાર નિર્ધારિત યોગ્યતાઃ જનરલ ડ્યુટી પદ પર ભરતી માટે ઉમેદવારોએ ધોરણ ૧૦માં ૪૫ ટકા સાથે પાસ હોવુ જરૂરી છે.
– ટેકનિકલ એવિએશન અને એમ્યુનેશન પદ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લિશ વિષયમાં ૫૦ ટકા સાથે ૧૨ મુ પાસ હોવુ જરૂરી છે.

– ક્લાર્ક/સ્ટોરકીપર પદ માટે ઉમેદવારોએ કોઈ પણ સ્ટ્રીમમાં ૬૦ ટકા સાથે ૧૨ મુ પાસ હોવુ જરૂરી છે. અંગ્રેજી તથા મેથ્સમાં ૫૦ ટકા હોવા જરૂરી છે.

– ટ્રેડ્‌સમેનના પદ પર ૧૦ અને ૮ મા ધોરણ પાસની અલગ-અલગ ભરતી કરવામાં આવશે. તમામ વિષયોમાં ૩૩ ટકા હોવા અનિવાર્ય છે.

– તમામ પદ માટે નિર્ધારિત વય મર્યાદા ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ નિર્ધારિત છે.
ચાર વર્ષની સર્વિસ પૂરી થયા બાદ અગ્નિવીરોને સર્વિસ ફંડ પેકેજ, અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ અને ધોરણ ૧૨ના સમકક્ષ યોગ્યતા સર્ટિફિકેટ પણ મળશે. જે ઉમેદવાર ૧૦ મુ ધોરણ પાસ છે તેમને ૪ વર્ષ બાદ ધોરણ ૧૨ ના સમકક્ષ પાસ સર્ટિફિકેટ પણ મળશે જેની સંપૂર્ણ જાણકારી બાદમાં જાહેર કરવામાં આવશે.

તમામ પદ પર ભરતી માટે એનસીસી એ સર્ટિફિકેટ ધારકોને ૦૫ બોનસ માર્ક્‌સ મળશે. એનસીસી બી સર્ટિફિકેટ ધારકોને ૧૦ બોનસ માર્ક્‌સ મળશે જ્યારે એનસીસી સી સર્ટિફિકેટ ધારકોને ૧૫ બોનસ માર્ક્‌સ મળશે. અગ્નિવીર જનરલ ડ્યુટી અને ક્લાર્ક/સ્ટોરકીપર પદ માટે એનસીસી સી સર્ટિફિકેટ ધારકોને સીઈ( કોમન એન્ટ્રસ એક્ઝામ) માંથી છુટ મળશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.