Western Times News

Gujarati News

કુલગામમાં બે પાકિસ્તાની સહિત ચાર આતંકીઓ ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો ચાલું જ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, સેના સાથે પોલીસે કુપવાડા અને કુલગામ જિલ્લામાં ચાલી રહેલા બે આતંકવાદી વિરોધી અભિયાનોમાં અત્યાર સુધીમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ સહિત ૪ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસે જણાવ્યું કે, પોલીસ અને સેનાએ સંયુક્ત રૂપે ઓપરેશન હાથ ધર્યું છે.

કુલગામ અને કુપવાડામાં પોલીસએ સેના સાથે એક સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન હાથ ધર્યું છે. આ દરમિયાન છેલ્લા ૧૮ કલાકમાં ૩ એનકાઉન્ટર થયા છે જેમાં ૭ આતંકવાદી માર્યા ગયા છે. કુલ મળીને છેલ્લા ૨૦ દિવસોમાં ૨૩ આતંકવાદીઓ માર્યા ગયા છે. કુપવાડા એન્કાઉન્ટરમાં ૪ આતંકવાદી માર્યા ગયા છે જ્યારે બાકી સ્થળો પર પણ આતંકવાદીઓની ધરપકડ ચાલું છે.

રવિવારે થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ ૪ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે બે આતંકવાદીઓ કુપવાડા અને કુલગામમાં માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, એનકાઉન્ટરમાં માર્યો ગયેલો એક આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો મેમ્બર હતો. તે પાકિસ્તાનનો રહેવાસી હતો.

પોલીસ મહાનિરિક્ષક વિજય કુમારના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં એકની ઓળખ પાકિસ્તાની નાગરિકના રૂપમાં થઈ છે. જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલો હતો.
આ અગાઉ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન જમ્મુના સ્કૂલની એક શિક્ષિકા રજની બાલાની હત્યા કરનારા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

બીજી તરફ બેંક મેનેજરની હત્યામાં સામેલ આતંકવાદીને પણ સુરક્ષાદળોએ શોપિયામાં ઠાર કર્યો હતો. ઘાટીમાં થઈ રહેલા સતત ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવામાં આવ્યું છે જેના હેઠળ સતત આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.