Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં બે ઘરમાંથી પરિવારનાં ૯નાં મૃતદેહ મળ્યા

પ્રતિકાત્મક

હત્યા કે સામૂહિક આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય

કોલ્હાપુર, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલા મ્હૈસલ નામના શહેરમાં કુલ ૨ ઘરમાંથી ૯ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જે ૨ ઘરમાંથી કુલ ૯ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બંને ઘર બે ભાઈઓના હોવાનું જાણવા મળે છે કે જેઓ પરિવાર સાથે અહીં રહેતા હતા. મૃતકોમાં બે ભાઈઓ માણિક અને પોપટ યલપ્પા વ્હાનમોરેનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, માણિકના ઘરમાંથી તેની માતા, પત્ની અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. માણિક મોટો ભાઈ છે અને તે પ્રાણીઓના ડૉક્ટર તરીકે કાર્યરત હતો તેવું જાણવા મળે છે. જ્યારે અન્ય ભાઈ પોપટના ઘરમાંથી તેની પત્ની અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.

પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે કુલ ૨ પરિવારના ૯ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમણે જંતુનાશક દવાનું સેવન કરીને સામુહિક આત્મહત્યા કરી હોઈ શકે. તેમ છતાં ચોક્કસ તપાસ કર્યા પછી જ આ ૯ લોકોના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક જ પરિવારના ૯ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.આ ઘટના કેવી રીતે બની તે અંગે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

મૃતદેહોનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. એ વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું આ સામુહિક આત્મહત્યા છે કે પછી તમામ ૯ લોકોની હત્યા થઈ છે? પ્રાથમિક જાણકારી અનુસાર, સાંગલીના મિરજ વિસ્તારમાં રહેતા ૨ ભાઈઓના સંયુક્ત પરિવારે આત્મહત્યા કરી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.