Western Times News

Gujarati News

ખેડબ્રહ્માથી પ્રસ્થાન થયેલો માં અર્બુદા રથ ૨૨મીએ વડાલી તાલુકામાં પ્રવેશ કરશે

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) સાબરકાંઠા-અરવલ્લી આંજણા ચૌધરી સમાજ સમિતિના ઉપક્રમે ગઈ તા.૧૪મી જૂનથી ખેડબ્રહ્માથી પ્રારંભ થયેલ અર્બુદા રથને ખેડબ્રહ્મા તાલુકામાં ભવ્ય આવકાર સાંપડી રહ્યો છે ને આજકાલમાં ખેડબ્રહ્મા તાલુકાના નાના-મોટા ગામોનું ભ્રમણ પૂરું કરીને તા.૨૨.૬.૨૦૨૨ને બુધવારથી વડાલી તાલુકામાં પ્રવેશ કરશે.

ખેડબ્રહ્મા તાલુકામાં તા.૧૪/૬ થી શ તા.૨૦/૬ સુધીમાં “માં અર્બુદાનો રથ ખેડબ્રહ્મા,રોધરા,વરતોલ ,મધુનગરકંપા,મટોડા, આગિયા, ઊંચીધનાલ,ગુંદેલ,મેત્રાલ, રાધીવાડકંપા, ગોરાટકંપા,પાદરડી, રૂડુમાલા, વાસણા, દેવીનગર, નીચીધનાલ ,ગાડુ, શ્યામનગર, રામનગર, ગોતા ગામોમાં રથનું શેરીએ ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તા.૨૧/૬ ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા,લક્ષ્મીપુરા બે ગામોમાં રથનું ભ્રમણ કરશે અને તા.૨૨/૬ થી રથ વડાલી તાલુકાના આંજણા- ચૌધરી સમાજના ગામોમાં ભ્રમણ કરશે. માં અર્બુદાના રથના સામૈયા માટે વાજતે-ગાજતે દિકરીઓ,બહેનો, ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી માં અર્બુદાનાં વધામણાં કરતા હતા.

અંદાજે ૨૦ હજારથી વધુ સમાજના અને અન્ય સમાજના ભાઈ-બહેનોએ માં અર્બુદાના રથનાં દર્શનનો લાભ લીધો. આ રથનો મુખ્ય હેતુ આ મંડળના પ્રમુખ જસુભાઈ જગુભાઈ પટેલ દરેક ગામની અંદર સમાજના કુરિવાજાે,સમુહ લગ્નો,સ્ત્રીકેળવણી તેમજ આંજણા-ચૌધરી સમાજ સંગઠીત થઈને “માં અર્બુદા“નું ભવ્ય મંદિર ટ્રેનીંગસેન્ટર,લાયબ્રેરી,રેસીડેન્ટ ઓફીસ,

વિશાળ સભાખંડ તેમજ બાળકો માટે બાલક્રિડાંગણ બનવવા માટે ભાર મુક્યો હતો અને આ રથનો અંદાજે ૨૦ હજાર ઉપર સમાજના તમામ ભાઇ-બહેનોએ લાભ લીધો હતો. જે-જે ગામમાં રથનું ભ્રમણ થયું તેમાં દાનનો પ્રવાહ ઉમળકાભેર સૌએ પ્રેમથી આપ્યો હતો.

આ રથ સાથે કન્વિનર તેમજ મંડળના મહામંત્રી કેશુભાઈ પી.પટેલ (મોટાકોટડા વાળા) રઘુભાઈ જે.પટેલ ,ફલજીભાઈ પટેલ,ડાહ્યાભાઈ પટેલ અબડાસણા,સોમાભાઇ પટેલ કાનપુર સતત સાથે રહીને “માં અર્બુદા” ના રથની આરતી અને અન્ય વિધિ કરતા

જેથી દરેક ગામોમાં આયોજકોને ઘોડેસવારી કરાવીને ગામમાં ભ્રમણ કરાવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
ખેડબ્રહ્મા તાલુકાના મહેન્દ્રભાઇ કે.પટેલ, બ્રિજેશભાઈ પટેલ ,શામળભાઈ પટેલ ડીરેક્ટર સા.કો.બેન્ક,ગોપાલભાઈ, રેવાભાઈ, પ્રકાશભાઈ, રમણભાઇ, શૈલેષભાઇ, ભાનુંભાઇ

તેમજ સમાજનાં અનેક આગેવાનો સતત જાેડાયા હતા જિલ્લામાંથી અવાર-નવાર રથના દર્શન માટે પણ ઉપસ્થિત રહ્યા હતા રથના સામૈયા જાેઇ આવનાર સમાજના ભાઇ-બહેનો ખૂબજ પ્રભાવિત બન્યા હતા. ખેડબ્રહ્મા તાલુકામાં ખૂબજ સહકાર બદલ અને આર્થિક મદદ આપવા બદલ મંડળના મહામંત્રી અને રથના કન્વિનર કેશુભાઇ ખેડબ્રહ્માના સૌ-ભાઇ બહેનોનો અંતઃકરણ પૂર્વકનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.