Western Times News

Gujarati News

મહિલાને ઓનલાઈન શોપિંગ ચાર લાખમાં પડી

File Photo

મુંબઈ, દેશમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં ચિંતાનજક વધારો થયો છે. સાયબર ક્રાઈમથી બચવા માટે સરકાર અને વિવિધ એજન્સીઓ દ્વારા લોકોને સાવચેતી રાખવા વારંવાર સલાહ આપવામાં આવે છે, પરંતુ સાયબર ક્રાઈમના કિસ્સા વધતા જ જઈ રહ્યા છે. તેમાંય જ્યારથી ઓનલાઈન શોપિંગનું ચલણ વધ્યું છે, ત્યારે તો સાયબર ક્રાઈમની ઘટનાઓ ઘણી જ વધી છે.

મુંબઈની એક મહિલાને ઓનલાઈન શોપિંગ કરવામાં એક ભૂલ ઘણી ભારે પડી. ઓનલાઈન ફ્રોડ કરનારાઓની વાતોમાં આવી જતા મહિલાને ૪ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. મુંબઈના થાણેમાં રહેતી મહિલાએ એક જાણીતી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી ગ્રોસરી અને કેટલીક અન્ય વસ્તુઓની ખરીદી કરી હતી.

જાેકે, તેનું ટ્રાન્જેક્શન ફેઈલ બતાવતું હતું. દરમિયાનમાં થોડી વારમાં તેમના પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારા શખસે પોતે શોપિંગ પોર્ટલનો રિપ્રેઝન્ટેટિવ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, ફોન કરનારા શખસે મહિલાને કહ્યું હતું કે, તમારું જે ટ્રાન્જેક્શન ફેઈલ થયું છે, તે થોડી ઓનલાઈન ફોર્માલિટીઝ પૂરી કરવાથી એક્ટિવ થઈ જશે. તેણે મહિલાને એક એપ્લિકેશન મોકલી હતી અને તે ડાઉનલોડ કરવા કહ્યું હતું. મહિલાએ તે એપ અંગે કોઈ ખરાઈ કર્યા વિના તે શખ્સના કહેવા મુજબ તેમાં પોતાની બધી વિગતો જણાવી દીધી હતી.

પરંતુ, જ્યારે પોતાના ખાતામાંથી ચાર લાખ રૂપિયા કપાઈ ગયા ત્યારે મહિલાને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો અને બાદમાં તેણે થાણેના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આવી ઘટનાઓને જાેતાં ઓનલાઈન સ્કેમને લઈને ઘણા જ સતર્ક રહેવા એક્સપર્ટએ અપીલ કરી રહ્યા છે અને કોઈપણ એપ પોતાના ફોન પર ડાઉનલોડ કરતા પહેલા કોલ કરનારની સચ્ચાઈની ખાતરી કરી લેવાની સલાહ આપી રહ્યા છે.

જાે, તમારી સાથે ઓનલાઈન શોપિંગ કરતી વખતે ટ્રાન્જેક્શન ફેઈલ જેવી કોઈ ઘટના બને તો તમારે વધારે સતર્ક થઈ આગળ વધવું જાેઈએ અને કોઈપણ અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે તે વ્યક્તિને પોતાની બેંક ડિટેઈલ, ઓટીપી કે અન્ય માહિતી આપવી જાેઈએ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.