Western Times News

Gujarati News

માલદીવ્સમાં યોગ કરી રહેલા લોકો પર થયો હુમલો

માલે, ચીન અને પાકિસ્તાન સમર્થક કટ્ટરપંથીઓનો ગઢ બની ચૂકેલા માલદીવ્સમાં રાષ્ટ્રીય ફુટબોલ મેદાનમાં ભારત તરફથી આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં ભીડે હુમલો કરી દીધો. કટ્ટરપંથીઓની ભીડ સવારે સ્ટેડિયમમાં ઘૂસી ગઈ અને આંતરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં બબાલ કરી. આ કાર્યક્રમને ભારતના સાંસ્કૃતિક કેન્દ્ર અને માલદીવ્સની સરકારે સંયુક્ત રીતે આયોજિત કર્યો હતો. ભારે બબાલ પછી પોલીસે ભીડને ભગાડવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

બીએનએનના રિપોર્ટ મુજબ, ટિયર ગેસના શેલ છોડાયા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને અથડામણ શરૂ થઈ ગઈ. માલદીવ્સના પ્રેસિડન્ટ ઈબ્રાહિમ સોલિહે કહ્યું કે, આ ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યું કે, માલદીવ્સ સરકાર આ ઘટનાને ઘણી ગંભીરતાથી લઈ રહી છે. સોલિહે જણાવ્યું કે, ‘પોલીસ ગાલોલહૂ સ્ટેડિયમમાં બનેલી આ ઘટનાની તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલાને સંપૂર્ણ ગંભીરતાથી લેવામાં આવી છે અને જે લોકો તેના માટે જવાબદાર છે, તેમને કાયદાનો સામનો કરવો પડશે.’

માલદીવ્સના યુવા અને રમત-ગમત મંત્રાલયે ભારતના સાંસ્કૃતિ કેન્દ્રની સાથે મલીને ફુટબોલ સ્ટેડિયમમાં એક યોગ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે, કટ્ટરપંથીઓની ભીડ લાકડીઓ અને ઝંડા લઈને સ્ટેડિયમની અંદર ઘૂસી ગયા. આ દરમિયાન ત્યાં લોકો ચટ્ટાઈ પર બેસીને યોગ કરી રહ્યા હતા. આ ભીડ યોગ કરી રહેલા લોકો તરફ આગળ વધવા લાગી અને પોલીસે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો.

આ પહેલા આયોજકોએ આ કાર્યક્રમને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને માલે સિટી કાઉન્સિલે રાસફન્નુ બીચ પર યોગના કાર્યક્રમને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. કાઉન્સિલે દાવો કર્યો કે, લોકોએ ફરિયાદ કરી હતી અને દરિયા કિનારે યોગનો વિરોધ કર્યો હતો. માલદીવની ન્યૂઝ એજન્સી ધ એડિશન મુજબ, મુસ્લિમોનો એક વર્ગ માને છે કે, યોગ કરવો એ સૂર્યની પૂજા કરવા બરાબર છે, જે ઈસ્લામ મુજબ હરામ છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.