Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં સરકાર રચવા ભાજપ માટે કપરાં ચઢાણ

સરકારને ૧૬૯ ધારાસભ્યોનું સમર્થન હતું જ્યારે ભાજપ પાસે ૧૧૩ ધારાસભ્યો, ૫ અન્ય ધારાસભ્યો વિપક્ષમાં હતા

મુંબઇ, મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં મળેલી હાર સાથે જ મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે અને તેનુ એક કારણ છે મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે. શિવસેનાના વરિષ્ઠ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના ગુજરાતમાં આગમન બાદ ઉદ્ધવ સરકાર પર સંકટ વધુ ઘેરાતુ જઇ રહ્યું છે. એકનાથ શિંદે ૨૦ ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં રોકાયા છે.

તેમાં શિવસેના અને ઉદ્ધવ સરકારને ટેકો આપતા ઘણા અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે. આવી સ્થિતિમાં સીએમ ઉદ્ધવ સામે સત્તા જાળવી રાખવાનો પડકાર ઉભો થયો છે.મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી બાદ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ મહા વિકાસ અઘાડી સરકારમાં સામેલ પક્ષોના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. વિધાનસભામાં ભાજપના ૧૦૬ ધારાસભ્યો છે. અપક્ષો સહિત આ સંખ્યા ૧૧૩ સુધી પહોંચી ગઈ હતી.

પરંતુ તેમને રાજ્યસભાની ચૂંટણીમાં ૧૨૩ વોટ અને એમએલસીની ચૂંટણીમાં ૧૩૪ વોટ મળ્યા હતા. આ રીતે એકનાથ શિંદેએ ખુલ્લેઆમ વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની સામે રાજકીય સંકટ ઊભું થયું છે.મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ સભ્યો છે, તેથી સરકાર બનાવવા માટે ૧૪૫ ધારાસભ્યોની જરૂર છે. શિવસેનાના એક ધારાસભ્યનું અવસાન થયું છે, જેના કારણે હવે ૨૮૭ ધારાસભ્યો રહ્યા છે અને સરકાર માટે ૧૪૪ ધારાસભ્યોની જરૂર છે.

શિંદેના વિદ્રોહ પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારને ૧૬૯ ધારાસભ્યોનું સમર્થન હતું, જ્યારે ભાજપ પાસે ૧૧૩ ધારાસભ્યો અને ૫ અન્ય ધારાસભ્યો વિપક્ષમાં હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને ૧૬૯ ધારાસભ્યોનું સમર્થન હતું. જેમાં શિવસેનાના ૫૬, એનસીપીના ૫૩ અને કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો સામેલ છે. આ સિવાય સરકારને સપાના ૨, પીજીપીના ૨, બીવીએના ૩ અને ૯ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ હતું.

મહારાષ્ટ્રમાં મુખ્ય વિરોધ પક્ષ ભાજપને ૧૧૩ ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં ભાજપના ૧૦૬, આરએસપીના ૧, જેએસએસના ૧ અને ૫ અપક્ષનો સમાવેશ થાય છે. તે જ સમયે અન્ય પક્ષો પાસે ૫ ધારાસભ્યો છે. જેમાં એઆઈએમઆઈએમના ૨, સીપીઆઈ (એમ)ના ૧ અને એમએનએસના ૧ ધારાસભ્યનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં નાના પક્ષો અને અપક્ષોના ધારાસભ્યોની સંખ્યા ૨૯ છે.

તેમાંથી કેટલાક નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે છે અને કેટલાક મહા વિકાસ અઘાડી સાથે છે. ભાજપ પાસે ૧૧૩ ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે વિકાસ અઘાડી પાસે ૧૬૯ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ભાજપે મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવા માટે ૩૧ ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.