Western Times News

Gujarati News

ખેડા જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી SRP ગ્રાઉન્ડ ખાતે કરાઇ

યોગ એ સફળ સહજ અને સ્વીકૃત બનેલ આપણી પ્રાચીન ભારતીય વિરાસત છેઃ પંકજભાઈ દેસાઈ

(માહિતી) નડિયાદ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.

આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડકશ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, યોગ એ સફળ સહજ અને સ્વીકૃત બનેલ આપણી પ્રાચીન ભારતીય વિરાસત છે, યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. યોગ વિદ્યાનો ઉદભવ હજારો વર્ષ પૂર્વેનો છે. એમ કહેવાય છે.

વધુમાં વિધાનસભાના દંડક શ્રીએ કહ્યું કે, આ ભારતીય પરંપરાનો લાભ વિશ્વના લોકોને મળે, વિશ્વના જુદા જુદા દેશો સુધી આપણી પ્રાચીન ભારતીય વિરાસત પહોંચે અને સ્વીકૃત બને તે માટે વૈશ્વિક ફલક પર મૂકવાના પ્રયાસરૂપે આપણા વડાપ્રધાન

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નો થી તારીખ ૧૧ મી ડિસમ્બરે ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામન્ય સભામાં ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને જેને ૧૭૭ દેશો એ સર્વ સંમતિ થી આ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો.

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડકશ્રી પંકજભાઈ દેસાઈ, અને પ્રદેશ મંત્રી જાહાન્વીબેન વ્યાસ, ખેડા જિલ્લાના ભાજપના મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, એ.પી.એમ.સી ચેરમેન અપૂર્વભાઇ પટેલ ઉપરાંત કલેકટરશ્રી કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એસ.પટેલ, ખેડા જિલ્લા એસ.પી રાજેશભાઈ ગઢિયા, એસ.આર.પી એસ.પી કોમલબેન વ્યાસ, અને ખેડા જિલ્લાના યોગ સાધકો અને નાગરિકોએ ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.