Western Times News

Gujarati News

૧૦૫ વર્ષના દાદીએ રેસમાં કાયમ કર્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી, એક કહેવત છે કે ઉંમર તો માત્ર એક આંકડો છે અને વ્યક્તિએ સપના પૂરા કરવાની કોઈ ઉંમર નથી હોતી. આવું જ કંઈક દ્રશ્ય નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (ભારતના એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા આયોજિત) માં જાેવા મળ્યું હતું.

૧૦૫ વર્ષના એક દાદી રામબાઈ પોતાની ઉંમરની સદી પૂરી કરવા છતાં પણ પોતાનું સ્વપ્ન જીવી રહી છે અને તેણે ૧૦૦ મીટરમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. પરદાદી જણાવે છે કે આ એક અનોખો અનુભવ છે કે હું ફરીથી દોડવા માંગુ છું. ૧૦૫ દિવાળી જાેયા પછી પણ આ પરદાદીએ પોતાના સપનાની ઉડાન ભરીને બે ગોલ્ડ મેડલ જીત્યા. ૧૫ જૂને ૧૦૦ મીટર અને રવિવારે ૨૦૦ મીટરમાં ગોલ્ડ જીત્યો હતો.

અને હવે તેણે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની મીટ માંડી છે. જેના માટે થઈને તે હવે પાસપોર્ટ માટે એપ્લીકેશન આપવાનું વિચારી રહી છે. તેણે જ્યારે પુછવામાં આવ્યું કે તે શા માટે નાની ઉમરમાં દોડવાની શરૂઆત ન કરી ત્યારે તેણે જવાબમાં કહ્યું હતું કે મને દોડવા માટે કોઈએ મોકો આપ્યો ન હતો.

રેસ પૂરી કરતાની સાથે જ રામબાઈ સ્ટાર બની ગઈ હતી અને અન્ય સ્પર્ધકો સાથે સેલ્ફી અને તસવીરો લેવામાં વ્યસ્ત હતી. વડોદરામાં સ્પર્ધા કરીને મેડલ જીતનાર રામબાઈની પૌત્રી શર્મિલા સાંગવાને કહ્યું, ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ પછી વડોદરા પહોંચતા પહેલા હું તેને ૧૩ જૂને દિલ્હી લઈ ગઈ હતી.

અમે હવે ઘરે પરત ફરી રહ્યા છીએ. હું નાનીને તેના ગામ કદમા મૂકીશ, જે દિલ્હીથી લગભગ ૧૫૦ કિમી દૂર ચરખી દાદરી જિલ્લામાં આવેલું છે. આ ઉંમરે ઘણા લોકો માટે પ્રેરણારૂપ, ૧ જાન્યુઆરી, ૧૯૧૭ના રોજ જન્મેલા રામબાઈ, વડોદરામાં એકલા દોડ્યા, કારણ કે સ્પર્ધામાં ૮૫ વર્ષથી ઉપરના કોઈ સ્પર્ધકો નહોતા.

તેણે સેંકડો દર્શકોના ઉત્સાહ માટે ૧૦૦ મીટરની દોડ પૂરી કરી. તે વર્લ્‌ડ માસ્ટર્સમાં ૧૦૦ મીટરની ઉંમરે ગોલ્ડ જીત્યા બાદ પ્રખ્યાત થઈ હતી. તેણે ૪૫.૪૦ સેકન્ડમાં રેસ પૂરી કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ મન કૌરના નામે હતો જેણે ૭૪ સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.

શર્મિલાએ કહ્યું કે તેનો આખો પરિવાર રમતગમતમાં છે. “સૈન્યમાં સેવા આપતા અમારા પરિવારના કેટલાક સભ્યોએ માસ્ટર્સ એથ્લેટિક મીટમાં ભાગ લેવા ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ગયા નવેમ્બરમાં જ્યારે હું તેને વારાણસી લઈ ગયો ત્યારે મારી દાદીએ પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં ભાગ લીધો. અત્યાર સુધીમાં તે એક ડઝનથી વધુ મેડલ જીતી ચૂક્યો છે. જ્યારે રામબાઈને પોતાની આ તન્દુરસ્તી અને જીતના રહસ્ય વિશે પુછવામાં આવ્યું ત્યારે તેને હસતાં હસતાં જવાબ આપુઓ કે, ‘હું ચુરમા, દહીં અને દૂધ ખાઉં છું.’ દાદી કહે છે કે, ‘તે શુદ્ધ શાકાહારી છે. નાની દરરોજ લગભગ ૨૫૦ ગ્રામ ઘી અને ૫૦૦ ગ્રામ દહીં ખાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.