Western Times News

Gujarati News

શિવસેનાએ વ્હીપ જાહેર કર્યું, કેબિનેટ મિટિંગમાં ૮ પ્રધાનોની ગેરહાજરી

File

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સંકટમાં

મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગડમથલની વચ્ચે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા હોવાના કારણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક યોજાઈ હતી. મુંબઈમાં કેબિનેટની બેઠકમાં ૮ મંત્રીઓ સામેલ નહોતા થયા.

બેઠકમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ (રાજ્યમંત્રી), બચ્ચૂ કડૂ, રાજેન્દ્ર યેદ્રાવકર અનુપસ્થિત રહ્યા હતા. શિવસેનાએ આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યું છે.

તે સૌને સાંજે ‘વર્ષા’ બંગલો ખાતે પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાે કોઈ ધારાસભ્ય તેમાં હાજર નહીં રહે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્હીપ માટેના પત્રમાં ધારાસભ્યોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે, જાે તમે બેઠકમાં હાજર નહીં રહો તો એવું માનવામાં આવશે કે, તમે પાર્ટી તોડવા માગો છો અને તમારી સદસ્યતા રદ થઈ શકે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.