Western Times News

Gujarati News

ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર ફેરવાયા સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હી, પ્રયાગરાજ અને રાજ્યના અન્ય ભાગોમાં બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પર ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. યુપી સરકારે કહ્યું કે, બુલડોઝરની કાર્યવાહીને પયગંબર મોહમ્મદ પર સસ્પેન્ડ કરાયેલા ભાજપના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ફાટી નીકળેલા રમખાણો સાથે કોઈ લેવાદેવા નથી.

સરકારે જણાવ્યું કે, ગેરકાયદેસર સંપત્તિને તોડી પાડવાની કાર્યવાહી નાગરિક સંસ્થાઓના નિયમો પ્રમાણે કરવામાં આવી રહી છે. આટલું જ નહીં રાજ્ય સરકારે અદાલત સમક્ષ માંગ કરી હતી કે, જમિયત ઉલેમા-એ-હિંદની અરજીને પેનલ્ટી સાથે ફગાવી દેવી જાેઈએ.

આટલું જ નહીં યોગી સરકારે જમિયતની અરજીને લઈને કહ્યું કે, તેમણે કેટલાક મીડિયા રિપોર્ટસના આધાર પર આ અરજી કરી છે. સરકારે જણાવ્યું કે, તેમના તરફથી લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. એટલા માટે તેમની અરજી ફગાવી દેવી જાેઈએ.

સરકારે સ્પષ્ટ કહ્યું કે, યુપીમાં જે સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું તે ગેરકાયદેસર હતી. તોફાનોમાં સામેલ થયા બાદ જ લોકો પર એક્શન નથી લેવામાં આવ્યું. તોફાન કરનારા લોકો પર અલગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

યોગી સરકારે જણાવ્યું કે, પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના વિરોધમાં તોફાન કરનારાઓને સજા આપવા માટે આ કાર્યવાહી કરવામાં નથી આવી. સરકારે કહ્યું કે, અમે નાગરિક સંસ્થાઓનાનિયમોનું પાલન કરતા ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કર્યું છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે યોગ્ય તક પણ આપવામાં આવી હતી.

કોર્ટે ૧૬ જૂને આપેલી નોટિસના જવાબમાં યુપી સરકારે કાનપુર અને પ્રયાગરાજમાં બુલડોઝરની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. કાનપુરમાં ૩ જૂને પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે ૧૦ જૂને પ્રયાગરાજમાં પથ્થરમારો અને તોડફોડ થઈ હતી.

કોર્ટમાં યુપી સરકારે કહ્યું કે, ગેરકાયદેસર સંપત્તિ તોડવાની આ કાર્યવાહીને રમખાણો સાથે કોઈ લેવાદેવા નથી. અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે તેઓને તોડી પાડવામાં આવ્યા છે. આ માટે ઉત્તર પ્રદેશ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૨ના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.

છેલ્લા સપ્તાહમાં જમિયતની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પર બુલડોઝર વાળા એક્શન પર જવાબ માંગ્યો હતો. તેની સાથે જ બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માગથી ઈનકાર કરતા કહ્યું હતું કે, અમે ગેરકાયદેસર બાંધકામ પરની કાર્યવાહી પર રોક ન લગાવી શકીએ પરંતુ તેના માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.