Western Times News

Gujarati News

ફ્રાન્સમાં હેડફોનના ઉપયોગ કરનારી ૨૫ ટકા વસતીને સાંભળવાની સમસ્યા

પેરિસ,આજના આધુનિક યુગમાં લોકો મોબાઈલ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરે છે. જેમાં લોકો હેડફોનનો ઉપયોગ મોબાઈલમાંથી સોંગ સાંભળવા કે વીડિયો જાેવા માટે કરે છે. ફ્રાન્સની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ફ્રાન્સમાં ૨૫ ટકા વસ્તીને સાંભળવામાં સમસ્યાઓ જાેવા મળી છે અટલે કે તેઓ બહેરાશનો શિકાર બન્યા છે.

ફ્રાન્સમાં આ અંગે અભ્યાસ કરવામાં કરવામાં આવ્યો છે. જેમાં ૧૮થી ૭૫ વર્ષની ઉંમરના ૧૮૬,૪૬૦ લોકોનો સમાવેશ થાય છે.સંશોધકોનું માનવું છે કે, પહેલા સંશોધન માત્ર નાના સ્તર પર જ કરવામાં આવતું હતું પરંતુ આ વખતે કરવામાં આવેલા સંશોધન મુજબ, લોકોને જીવનશૈલી, સોશિયલ આઈસોલેશન, ડિપ્રેશન અને મોટેથી સંગીતના સંપર્કને કારણે સાંભળવાની સમસ્યા થાય છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, સુગર અને ડિપ્રેશનના કારણે સાંભળવામાં તકલીફ જાેવા મળે છે. તો બીજી કેટલાક લોકો એકલતા, શહેરનું ધ્વનીપ્રદુષણ અને હેડફોનના ઉપયોગના કારણે પરેશાન છે.

ફ્રાન્સમાં માત્ર ૩૭ ટકા લોકો હિયરિંગ એડનો ઉપયોગ કરે છે. ધૂમ્રપાન કરનારાઓ લોકો પણ હિયરિંગ એડનો ઓછો ઉપયોગ કરે છે. વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ફ્રાન્સના આરોગ્ય વિભાગે લોકોને હિયરિંગ એડની સહાય મફતમાં ઉપલબ્ધ કરાવી હતી. હિયરિંગ એડ સહાય માટે વીમાની પણ જાેગવાઈ કરવામાં આવી છે.

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વિશ્વમાં લગભગ ૧૫૦ મિલિયન લોકો કોઈને કોઈ સ્વરૂપમાં સાંભળવાની સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. ૨૦૫૦ સુધીમાં આ સંખ્યા વધીને ૨૫૦ કરોડ થવાની સંભાવના છે. તેથી તેને સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જાેવામાં આવે છે.

હેડફોનના વધુ પડતા ઉપયોગથી સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. લાંબા સમય સુધી હેડફોનથી ગીતો સાંભળવાથી કાનમાં સુન્નતા આવી શકે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, હેડફોનનો વધુ પડતો ઉપયોગ કાનમાં જીણો અવાજ આવવો, ચક્કર, ઊંઘ ન આવવી, માથાનો દુખાવો અને કાનમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જાેવા મળે છે. આપણા કાનની સાંભળવાની ક્ષમતા માત્ર ૯૦ ડેસિબલ છે જે ધીમે ધીમે ઘટીને ૪૦-૫૦ ડેસિબલ થઈ જાય છે જેના કારણે બહેરાશની ફરિયાદ થવા લાગે છે.

હેડફોન પર સતત મોટા અવાજમાં સંગીત સાંભળવાથી માત્ર કાન પર જ નહીં પરંતુ હૃદય પર પણ ખરાબ અસર પડે છે. આટલું જ નહીં, કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જાેખમ પણ ઉંમર સાથે વધે છે. તેથી જ ડોકટરો હેડફોન પર ઓછા વોલ્યુમમાં સંગીત સાંભળવાની સલાહ આપી છે.

હેડફોનથી જાે તમે જાેરથી મ્યુઝિક સાંભળો છો તો આ મજા તમારા માટે સજા સમાન બની શકે છે. સાથે જ જાે તમે ઓફિસમાં કે ઘરે ગીતો સાંભળતી વખતે તમારા હેડફોન એકબીજા સાથે શેર કરો છો તો આવું કરવાનું ટાળો. આવું કરવાથી તમારા કાનમાં ઈન્ફેક્શનનો ખતરો ખૂબ વધી જાય છે.

દરરોજ હેડફોનનો ઉપયોગ કરવાથી તમારા મગજને પણ ઘણું નુકશાન થાય છે. કારણ કે સંગીતના જાેરદાર વાઈબ્રેશનને કારણે આપણે માનસિક બીમારીનો ભોગ બનીએ છીએ. તેની સાથે માથાનો દુખાવો અને ઊંઘ ન આવવા જેવી બીમારીઓ પણ થવા લાગે છે.

જાે તમે પણ કાન સંબંધિત સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો જરૂર પડે ત્યારે જ હેડફોનનો ઉપયોગ કરો. સસ્તા હેડફોનને બદલે સારી ગુણવત્તાના હેડફોનનો ઉપયોગ કરો. સાથે જ તમારે દિવસમાં ૬૦ મિનિટથી વધુ ઈયરફોનનો ઉપયોગ ન કરવો જાેઈએ.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.