Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરના લખતરમાં ભયાવહ ચક્રવાત ત્રાટક્યુ

FILE PHOTO

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત જાેવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ જાેવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટક્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ભયાવહ ચક્રવાતના કારણે ૧૮ જેટલા વીજપોલ ધરાશાઈ થયા હતા. જેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો.

આ અંગે લખતર મામલતદાર જી.એ.રાઠોડનો સંપર્ક કરાતા તેઓએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ ચક્રવાત અંદાજે ૩૦થી ૪૦ મીનીટ સુધી રહ્યુ હતું અને અંદાજે પાંચ કિ.મી.વિસ્તારને અસર કરી હતી. આ વંટોળની સ્પીડ કેટલી હતી એ તો જાણી શકાયું નથી. પરંતુ આ વાવાઝોડાથી ૩૯ જેટલા કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. ૨ વ્યક્તિ અને ૨ પશુઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ભયાવહ ચક્રવાતમાં એક ટ્રેઈલર ચપેટમાં આવી જતા રોડ નીચે પલટી ખાઈ ગયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત ત્રાટકતા લખતર પંથકના જ્યોતિપરા ગામમાં કાચા મકાનોના છાપરા ઉડ્યા હતા. તેમજ વિસ્તારમાં ૧૮ વીજપોલ ધરાશાઈ થયા હતા. જેમાં ૨ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ચક્રવાતના કારણે ભારે તબાહી મચી હતી.

આ ભયાવહ ચક્રવાતમાં વીજ થાંભલા ધરાશાયી થતાં વીજળી પણ ગુલ થઇ ગઈ હતી. જેથી ગ્રામ્ય પંથકમાં અંધારપટ છવાઇ ગયો હતો. તેમજ ઘર, દુકાનો સહિત માલ મિલ્કતમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતા તંત્ર દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમળીઓ ઉડી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટક્યું હતું. જેને લઈ લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. જેમાં આકાશમાંથી ધૂળની ડમળીઓ ઉડવા લાગતા કાચા મકાનોના છાપરા પણ ઉડવા લાગ્યા હતા. લખતરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વંટોળ્યો આવ્યો હતો.

ચક્રવાતના કારણે વીજપોલ ધરાશાઈ થતા લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્યું હતું કે, લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલમાં ભારે નુકસાન થયું છે. સાથે લખતર તાલુકાના ૧૨ ગામોને વ્યાપક અસર થઇ છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.