Western Times News

Gujarati News

રાજુલામાં બજાર વચ્ચે ATMમાંથી ફિલ્મી સ્ટાઇલે ચોરી

રાજુલા , રાજુલા શહેરમાં મુખ્ય બજરમાં આઈ.ડી.બી.આઈ બેન્કના છ્‌સ્ માં ૨ શખ્સ દ્વારા તોડી રૂપિયાની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થતા ફુટેજના આધારે ગણતરીની કલાકોમાં બંને શખ્સ દબોચી લીધા હતા. ગુજરાત અન્ય રાજ્યોમાં એટીએમ તોડી ચોરી કરવાની ઘટના વધી રહી છે.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલ આઈ.ડી.બી.આઈ બેન્કના એટીએમમાં રાત્રીના સમયે ૨ અજાણીયા ઈસમો એટીએમ તોડવા માટે હથિયારો લઈ આવ્યા હતા. ૧ શખ્સ રેકી બહાર દરવાજામાં રેકી કરી રહ્યો છે. ત્યારબાદ તોડી ૪૫૦૦ રોકડા રૂપિયાની ચોરી કરી હતી.

જાેકે અંદર રૂપિયા વધુ હતા પરંતુ બહાર વાહનોની અવર જવરના કારણે ચોરી કરનારા શકશો દ્વારા ૪૫૦૦ રૂપિયા રોકડા અને તોડફોડ કરી નાચી છૂટ્યા હતા. ત્યારબાદ સવારે બેન્ક દ્વારા તોડફોડના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી થયાનું સામે આવતા બેંકના મેનેજર દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. રાજુલા પોલીસ ટીમ દ્વારા જુદી જુદી દિશામાં સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી.

બેંકના સીસીટીવી ફૂટેજ રાજુલા પોલીસ દ્વારા કબજે લઈ ખાનગી રાહે તપાસ કરતા રાજુલા તાલુકાના રીગણીયાળા ગામના ૨ યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપી કિરીટ હિંમતભાઈ મારૂ રે.મોટા રીગણીયાળા આરોપી જેન્તી ડાયાભાઈ મયાત્રા રે.મોટા રીગણીયાળા આ બંનેની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા બંને શકશોએ એટીએમમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

હાલ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ? તેને લઈ પોલીસ ગંભીરતા પૂર્વક ઊંડાણ તપાસ શરૂ કરી છે. રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલ બેંકના એટીએમમાં ચોરી થયાની ઘટનાને લઈ સમગ્ર શહેર અને અન્ય બેંકોમાં અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જાેકે રાજુલા પોલીસને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવા માટે સફળતા મળી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.