Western Times News

Gujarati News

ઝોમેટોએ બ્લિંકિટને હસ્તગત કરવાને મંજૂરી આપી દીધી

નવી દિલ્હી, ફૂડ ડિલિવરી જાયન્ટ ઝોમેટોના બોર્ડે શુક્રવારે રૂ. ૪,૪૪૭ કરોડની એક ઓલસ્ટોક ડીલમાં ઇન્સ્ટન્ટ ગ્રોસરી સ્ટાર્ટઅપ બ્લિંકિટને હસ્તગત કરવાના કંપનીના પ્લાનને મંજૂરી આપી હતી, બ્લિંકિટ અગાઉ ગ્રોફર્સ તરીકે ઓળખાતી હતી. જાેકે, ડીલ વેલ્યુ બ્લિંકિટના ગયા વર્ષે ૧-બિલિયન ડોલર વેલ્યુએશન કરતાં લગભગ ૪૦% ઓછી છે, જ્યારે તે ઝોમેટો અને ટાઈગર ગ્લોબલ પાસેથી ૧૨૦ મિલિયન ડોલર એકત્ર કરીને યુનિકોર્ન બની હતી. આ ડીલ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે અમે ભારતમાં ક્વિક કોમર્સ બિઝનેસના સ્ટર્ટઅપ બ્લિંકિટને હસ્તગત કરવાની દરખાસ્ત કરી રહ્યા છીએ અને જેમાં અમે ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રથમ રોકાણ કર્યું હતું. આગામી મોટી કેટેગરીમાં આ પ્રવેશ સમયસર છે કારણ કે અમારો હાલનો ફૂડ બિઝનેસ નફાકારકતા તરફ સતત વધી રહ્યો છે.

અલ્બિન્દર ધિંડસા દ્વારા સ્થપાયેલ બ્લિંકિટ જાન્યુઆરીમાં તેના બિઝનેસ મોડલને ૧૦-મિનિટની ડિલિવરી સ્પેસમાં પ્રવેશતા અગાઉ નેક્સ્ટ ડે ડિલિવરી કેટેગરીમાં ઑનલાઇન ગ્રોસરી પ્લેયર બિગબાસ્કેટની હરીફ હતી. જે હાલમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ, રિલાયન્સ-સમર્થિત ડંઝો, ઝેપ્ટો અને ટાટાની માલિકીની બિગબાસ્કેટ જેવી બ્રાન્ડ્‌સ દ્વારા પ્રભુત્વ ધરાવે છે.

ઝોમેટો જેણે બે વર્ષ પહેલાં સ્ટાર્ટઅપને હસ્તગત કરવા માટે સૌપ્રથમ વાટાઘાટો કરી હતી, તેનો ઉદ્દેશ્ય ધિંડસાની આગેવાનીમાં બ્લિંકિટ સાથે ફૂડ અને ગ્રોસરી ડિલિવરી બિઝનેસ બંનેને અલગ રાખવાનો છે. હા, અમે બ્લિનકીટ એપ અને બ્રાન્ડને ઝોમેટોથી અલગ રાખવાની યોજના બનાવી રહ્યા છીએ. અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, અમે માનીએ છીએ કે ભારતમાં સુપર એપ્સ કરતાં સુપર બ્રાન્ડ્‌સ વધુ સારી રીતે કામ કરશે.

ડીલ ક્લોઝ થયા પછી, અમે અમારી પાસે રહેલા વિવિધ આઇડિયા સાથે પ્રયોગ કરવાનું શરૂ કરીશું અને જાેઈશું કે તે કેવા સફળ થાય છે. જેમાં ઝોમેટો એપ પર બ્લિંકિટનો ટેબ રાખવાનો પણ સમાવેશ થાય છે. તેમ ગોયલે શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું.
અગાઉના બે પ્રયાસો કર્યા પછી, બ્લિનકિટ એ ઓનલાઈન ગ્રોસરી સ્પેસમાં ઝોમેટોનો ત્રીજાે પ્રયાસ છે.

ફૂડ ડિલિવરી મેજરનું લક્ષ્ય બે વર્ષમાં ક્વિક કોમર્સમાં ૪૦૦ મિલિયન ડોલર રોકડમાં ખર્ચવાનું છે. ગોયલે જણાવ્યું હતું કે, “ક્વિક કોમર્સ અમને અમારા પ્લેટફોર્મ પર ખર્ચવામાં આવતા ગ્રાહક વૉલેટ શેરને વધારવામાં મદદ કરશે અને અમારા ગ્રાહકો પાસેથી હાઈ ફ્રિક્વન્સી અને એન્ગેજમેન્ટ પણ પ્રાપ્ત કરશે.” તેમ ગોયલે જણાવ્યું હતું. ઝોમેટો એ બ્લિનકીટને ઉધાર તરીકે રૂ. ૧,૧૨૫ કરોડનો વિસ્તાર કર્યો છે જેમાંથી રૂ. ૫૭૫ કરોડ હજુ પણ રોકડ તરીકે ઉપલબ્ધ છે. જ્યારે ઝોમેટો દ્વારા ટ્રાન્ઝેક્શનના ભાગ રૂપે દેવું હસ્તગત કરવામાં આવી રહ્યું છે, તેનો અર્થ એ છે કે ક્વિક કોમર્સમાં વધુ સંભવિત રોકાણોની યોજના અનુસાર ઝોમેટો પાસે વધારાના રૂ. ૧,૮૭૫ કરોડ હશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.