Western Times News

Gujarati News

રેસ્ટોરન્ટમાંથી ગાંજાવાળા બિસ્કીટ સાથે બે ઝડપાયા

અમદાવાદ, શહેરના ભાટ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાંથી ગાંધીનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે (એસઓજી) ગાંજાવાળા બિસ્કિટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ ગાંજાવાળા બિસ્કિટને લઈને એસઓજીએ મોટો અને ચોંકાવનારો ધડાકો કર્યો છે. આ કેનાબીસ કૂકીસ એટલે કે ગાંજાવાળા બિસ્કિટ આરોપીઓ ડાર્ક વેબનો ઉપયોગ કરીને હિમાચલ પ્રદેશથી મંગાવતા હતા.

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને ગાંધીનગર એસઓજીની ટીમે ગઈ ૧૮ જૂનની રાત્રે ભાટ ગામમાં આવેલી ચૂલા ચિકન નામની રેસ્ટોરન્ટમાંથી આ કેનાબીસ કૂકીસ ઝડપી પાડી હતી. સાથે જ પોલીસે ટીએચસીના શુદ્ધ અર્કના ૧૬ યુનિટ ઝડપી પાડ્યા હતા. જે ગાંજાનું મુખ્ય તત્વ છે. ઉપરાંત સીબીડીકે જે ગાંજાના પ્લાન્ટમાં જાેવા મળતું સંયોજન છે એ પણ ઝડપી પાડ્યું હતું.

પોલીસે કેનાબીસ કૂકીસ સાથે રેસ્ટોરન્ટના માલિક ૨૮ વર્ષીય જયકિશન ઠાકોર કે જે આર્ટ્‌સ ગ્રેજ્યુએટ છે અને બીબીએ ડિગ્રી ધરાવતા તેના મિત્ર ૨૬ વર્ષીય અંકિત કુલહરીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ અમદાવાદના રહેવાસી છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનું વજન ૨૯૪.૫ ગ્રામ હતુ અને તેની અંદાજિત કિંમત રુપિયા ૪૧,૦૦૦ હજાર હતી. ૨૦ જૂનના રોજ પોલીસે આ કેસના ત્રીજા આરોપી અને નિકોલમાં રહેતાં ૨૫ વર્ષીય રુષભ વૈષ્ણવને ઝડપી પાડ્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલાત કરી કે, તેઓ હિમાચલ પ્રદેશના ડ્રગ પેડલર સાથે સંપર્કમાં હતા. જે તેઓને કેનાબીસ કૂકીસ પૂરાં પાડતો હતો.
આરોપીઓ જયકિશન ઠાકોર અને અંકિત કુલહરી ડાર્ક વેબનો ઉપયોગ કરીને તેનો સંપર્ક કર્યો હતો અને કેનાબીસ કૂકીસનો ઓર્ડર ઓનલાઈન આપ્યો હતો.

પોલીસ અધિકારીએ એવું પણ જણાવ્યું કે, આરોપીઓએ હિમાચલ પ્રદેશના ડ્રગ પેડલર્સને ક્રિપ્ટોકરન્સી દ્વારા પેમેન્ચ ચૂકવ્યું હતું. આ યુક્તિથી આરોપીઓને પોતાના ડિજીટલ ફૂટપ્રિન્ટ્‌સ છોડવાથી બચવામાં મદદ મળી હતી. આરોપીઓના જણાવ્યા મુજબ, તેઓ ડ્રગ સપ્લાયર્સના નામ જાણતા નથી.

બીજી તરફ, પોલીસ આરોપીઓના સંપર્કની માહિતી મેળવવા માટે તેઓના કોલ ડેટા રેકોર્ડ્‌સની તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપીઓ છેલ્લાં ચાર મહિનાથી આ નશીલા વેપલામાં સંડોવાયેલા હતા. અન્ય એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીઓએ પોતાના ગ્રાહકોના ઓર્ડરના આધારે લગભગ ૨૦ ગ્રામ કુકીસનું છેલ્લું કન્સાઈનમેન્ટ બે મહિના પહેલાં મેળવ્યું હતું.

અહીં આ કેનાબીસ કુકીસ તૈયાર કરવાના મામલે પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ કુકીસ તૈયાર કરવા માટે તેના લોટમાં કેનાબીસનું તેલ નાખ્યં હતું. જે બાદ તૈયાર થયેલી કુકીસ એકદમ સામાન્ય દેખાતી હતી અને કોઈને પણ શંકા ન થાય એવી હતી. આ કુકીસની કિંમત રુપિયા ૪,૦૦૦થી ૨૦,૦૦૦ સુધીની હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.