Western Times News

Gujarati News

અમદાવાદમાંથી ઝડપાયો ચરસનો મસમોટો જથ્થો

અમદાવાદ, શહેરમાંથી ફરી એક વખત નશાનો કારોબાર પોલીસે ઝડપ્યો છે. નારોલ પોલીસે ચોક્કસ હકીકત આધારે નારોલ લાંભા ટર્નિગ પાસેથી એક શખ્સની ધરપકડ કરી ૬ લાખથી વધુના મુદ્દામાલ કબજે કરી ૪.૨૦ કિલો ચરસનો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે મોહમ્મદ હાસીમ મધીયા. આરોપી પાસેથી પોલીસે ચરસનો ૪.૨૦ કિલો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ચોક્કસ હકીકત મળી હતી કે નારોલ લાંભા ટર્નિગ પાસેથી એક શખ્સ રાજકોટમાં ચરસનો જથ્થો આપવા જવાનો છે. આ હકીકત આધારે પોલીસે વોચ ગોઠવી મોહમદ હાસીમને ઝડપી પાડયો હતો. જેની પાસેથી ૬ લાખથી વધુની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો. પકડાયેલા આરોપી મોહમ્મદ આસિફ મૂળ જુનાગઢનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં રહેતો હોવાનું સામે આવ્યુ છે.

જાેકે આરોપી હાસીમની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચરસનો જથ્થો લેવા માટે જ પોતે અમદાવાદ આવ્યો હતો અને રાજકોટમાં ડિલિવરી આપવાનો હતો. પણ તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો. મહત્વનું છે કે મોહમ્મદ હાસીમ રાજકોટમાં હિદાયત ખાન પઠાણ નામના વ્યક્તિને આ ચરસ આપવા માટે નીકળ્યો હતો અને જમ્મુ કાશ્મીર થી રમીઝ ડાર પાસેથી આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો. અને ચાર કિલો ચરસ રાજકોટ પહોંચાડવા માટે કેરિયર તરીકે મોહમદ હાસીમને લાખો રૂપિયા મળવાના હતા.

ત્યારે હાલ તો પોલીસે બંને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.આ અંગે પોલીસે હાલ તો કાયદેસરની ફરિયાદ નોંધી આરોપી મોહમદ હાસીમને પકડી વધુ તપાસ વટવા પોલીસને સોપી છે. ત્યારે મોહમ્મદ હાસીમ પ્રથમ વખત જ ચરસનો જથ્થો આપવા લાગ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. પરંતુ અગાઉ પણ નશાના સામાનની હેરાફેરી કરી ચૂકયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પરંતુ આ તમામ સવાલોના જવાબ ચરસ નો જથ્થો આપનાર જમ્મુ કાશ્મીરના રમીઝ ડાર અને રાજકોટમાં ચરસ લેનાર હિદાયત ખાન પઠાણ ની ધરપકડ બાદ મળી શકે તેમ છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.