Western Times News

Gujarati News

કટોકટીના કાળા દિવસને વખોડતા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ

(પ્રતિનિધિ)મોડાસા, ૪૭ વર્ષ પહેલાં આજે ૨૫મી જૂનના રોજ દેશમાં લોકશાહીના સૌથી કલંકિત દિવસે તત્સ્મયના કોંગ્રેસી શાસક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લાદી હતી

એ દિવસને કાળા દિવસ તરીકે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા તમામ તાલુકા મથકોએ ધરણાં યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.એમ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે કટોકટી સામેની લડાઈમાં ગુજરાતમાંથી ૩૧૬૫ સહિત દેશભરમાંથી ૬૫૦૦૦થી વધુ સંઘ-જનસંઘના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

આ સમયગાળામાં દેશભરમાંથી હજારો કાર્યકર્તાઓ સહિત ગુજરાતમાં ૨૦૦૦હજારથી વધારે સત્યાગ્રહીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા.એટલું જ નહીં પણ પ્રિન્ટ ને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર સેન્સરશીપ લાદી સરમુખત્યાર ઇન્દિરા ગાંધીએ દેશને બાનમાં લીધો હતો એમ પણ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.

રાજેન્દ્રભાઇ એ કહ્યું કે એ સમયે લોકશાહીની રક્ષા માટેના આ આંદોલનમાં ગુજરાત દેશને દિશા આપનારું રાજ્ય બન્યું હતું.અંતે ગુજરાત અને હાલના વડાપ્રધાન ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જેવા વિચક્ષણ કાર્યકરોની યુક્તિઓ, યોજનાઓ અને ભૂગર્ભ લડાઈની યોજનાઓ થકી કટોકટીને ઉઠાવવી પડી હતી ને દેશમાં લોકસભાની પુનઃ સ્થાપના થઇ હતી.આ પત્રકાર પરિષદમાં મહામંત્રી હસમુખભાઈ પટેલ ,તાલુકા મહામંત્રી રમેશભાઈ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.