Western Times News

Gujarati News

જિતેન્દ્રિય પ્રિયદાસજીનું અમેરિકા લીબર્ટી એરપોર્ટ ઉપર સ્વાગત કરાયું

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું અમેરિકા લીબર્ટી એરપોર્ટ ઉપર ઐતિહાસિક સ્વાગત

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળ સહિત અમેરિકા પધારતા નેવાર્ક લીબર્ટી એરપોર્ટ ઉપર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડ – યુ.એસ.એ., એરપોર્ટ ઓફિસરો,

અધિકારીશ્રીઓ તેમજ હરિભક્તોના મહેરામણ વચ્ચે હિન્દુ સનાતન ધર્મના શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી વર્લ્ડ વાઈડ સંસ્થાન દ્વારા દેશવિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર માટે વિચરણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સિકાકસ મંદિરે પધારતાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,  પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની ચાતકની જેમ હરિભક્તઓ રાહ જોતા તે ઘડી હવે આવી ગઈ છે. ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે તેમ અત્યારે સોળ સંતોનો સમૂહ પણ સોળે કળાએ ખીલી રહ્યો છે.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ પ્રસંગે દિવ્ય આશીર્વાદ પાઠવ્યા હતા કે, કળિયુગમાં સુખમય, શાંતિમય, આનંદમય જીવન વ્યતિત કરવું હોય તો તે મનુષ્યે સંતસમાગમ, ભગવાનનું નામ સ્મરણ, કીર્તન ભક્તિ કરવું એ જ જીવન જીવવાનો સાચો રાજમાર્ગ છે.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, શ્રી ધર્માભાઈ પટેલ – પ્રમુખ, શ્રી યશવંતભાઈ પટેલ – સેક્રેટરી, શ્રી બળદેવભાઇ પટેલ વગેરે મહાનુભાવો તથા પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ તથા હરિભક્તોનો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.