Western Times News

Gujarati News

લોકલ ટ્રેનમાંથી પડીને ઘાયલ થનારા મુસાફરોને વળતર મળવું જાેઇએ: બોમ્બે હાઇકોર્ટ

મુંબઇ, બોમ્બે હાઇકોર્ટે લોકલ ટ્રેનમાંથી પડી ગયા બાદ ઘાયલ વૃદ્‌ઘને વળતર આપવાનો રેલવેને નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે દૈનિક મુસાફરોના હિતમાં પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું કે જાે કોઇ વ્યક્તિ ખીચોખીચ ટ્રેનમાં ચઢવાના પ્રયાસ દરમિયાન ઘાયલ થઇ જાય છે તો આ પ્રતિકૂળ ઘટનાના દાયરામાં આવશે. આવા મામલાઓમાં રેલવેએ વળતર આપવું જાેઇએ.

સાથે જ કોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી અપરાધ ન હોઇ શકે. વૃદ્‌ઘનું નામ નિતિ હુંડીવાલા છે. તેમની ઉંમર ૭૫ વર્ષ છે. હાઇકોર્ટે રેલવેને નિતિન હુડીવાલાને રૂા. ૩.૧૦ લાખનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે.

વાસ્તવમાં નિતિન હુંડાવાલા લોકલ ટ્રેનમાંથી પડી ગયા બાદ ઘાયલ થઇ ગયા હતાં. ત્યારબાદ તેમણે વળતર માટે રેલવે ટ્રિબ્યૂનલના દ્વાર ખટખટાવ્યા હતાં. પરંતુ રેલવે ટ્રિબ્યૂને નિતિન હુંડીવાલાને વળતર આપવાનો ઇન્કાર કર્યો હતો. તેના પર તેમણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર સડુનાવણી કરતાં જસ્ટિસ ભારતી ડાંગરેની બેન્ચે આ ફેંસલો સંભળાવ્યો હતો.

૨૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ જ્યારે નિતિન હુંડીવાલા વિક્રોલી સ્થિત પોતાની ઓફિસથી દહીસરથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતાં ત્યારે તેઓ એક એન્ટરપ્રાઇઝમાં કન્સલ્ટેન્ટ તરીકે માસિક રૂા. ૧૦ હજારના પગાર પર કામ કરી રહ્યા હતાં.ઓફિસથી ઘરે જવા તેઓ વિરાર લોકલ ટ્રેનમાં સવાર થયા હતાં જ્યાં લોકોની ઘણી ભીડ હતી. ટ્રેનમાંથી ચઢતી વખતે તેમને ભીડે ધક્કો મારી દીધો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં ઉતરી ગયા.

તેમના માથાના ભાગ અને સાથળમાં ગંભીર ઇજા થઇ હતી. તેઓ ૧૪ દિવસ હોસ્પિટલમાં રહ્યાં અને આ દરમિયાન સારવાર પાછળ લગભગ રૂા. ૨ લાખનો ખર્ચ થયો. ઇલાજ બાદ પણ તેઓ સંપૂર્ણ સાજા થઇ શક્યા નહીં. તેઓ લાંબુ ચાલવામાં, ભારે વસ્તુઓ ઉઠાવવામાં, સીડીઓ ચઢવામાં અસમર્થ છે. તેમણે રેલવે પાસે રૂા. ૪ લાખના વળતરી માંગ કરી હતી.

જાેકે રેલવે ટ્રિબ્યૂનલે આ અકસ્માતને અણસમજ અને ક્રિમિલ એક્ટ ગણાવી નિતિન હુંડીવાલાને વળતર આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે જસ્ટિસ ડાંગરેએ કહ્યું કે નિતિન હુંડીવાલાએ કહ્યું કે હતું કે તેઓ અકસ્માત બાદ નોકરી પર જઇ શક્યા નથી જેનો અર્થ છે કે તેઓ મુસાફરી કરવામાં અસમર્થ છે. અકસ્માતે તેમને લાંબા સમય સુધી ચાલવામાં અસમર્થ બનાવી દીધા છે. આ કારણે હાઇકોર્ટે રેલવેને નિતિન હુંડીવાલાએ રૂ. ૩.૧૦ લાખનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.