Western Times News

Gujarati News

માતરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા ઉપર બોગસ ખેડૂત બન્યાનો આરોપ

ખેડા, ખેડા જિલ્લાના માતર તાલુકામાં ૫૦૦ ખેડૂત બોગસ બનવાની ઘટનામાં હવે મોટા સમાચાર સામે આવ્યાં છે. માતરમાં ૫૦૦થી વધુ નકલી ખેડૂતોમાં હવે ગાંધીનગરના પૂર્વ કલેકટર IAS એસ.કે.લાંગાનું પણ નામ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના પૂર્વ કલેકટર IAS એસ.કે.લાંગાએ માતર તાલુકાના વિરોજામાં સર્વે ૨૮૦માં ૪ હેકટર જમીન ખરીદી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાે કે આ જમીન ખરીદી મામલે તેમના પર બોગસ ખેડૂત બન્યાના આરોપો લાગ્યાં છે.

મળતી માહિતી મુજબ આ મામલે મહેસુલ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. માતરના મામલતદાર ગણોતધારાની કલમ ૮૪-C મુજબ કાર્યવાહી કરી છે અને નોટિસ આપી સાચા પુરાવા રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું છે. જાે આ નોટિસના જવાબમાં સાચા પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો IAS એસ.કે.લાંગા સામે કાર્યવાહી થઇ શકે છે અને તેમના નામે ખરીદવામાં આવેલી જમીન શ્રીસરકાર થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે IASએસ.કે.લાંગા પર પહેલા પણ આરોપો લાગ્યા છે. એસ.કે.લાંગા સામે પંચમહાલમાં પણ ફરિયાદ થઈ હતી. લાંગા પંચમહાલ, ખેડા ગાંધીનગરમાં કલેકટર અને ડીડીઓ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં પણ એસ.કે.લાંગાએ કૌભાંડ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.