Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ભાજપ કરી શકે છે સરકાર બનાવવાનો દાવો

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાંથી એકનાથ શિંદે જૂથને રાહત બાદ ફ્લોર ટેસ્ટને લઈને રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. ભાજપના સૂત્ર પ્રમાણે ઉદ્ધવ સરકાર વિરુદ્ધ ગમે ત્યારે અવિશ્વાસ પ્રસ્વાત આવી શકે છે.

તો સમાચાર છે કે ઉદ્ધવ સરકારના તખ્તાપલટ બાદ ઉભી થનારી રાજકીય સ્થિતિ પર ભાજપે પૂરી તૈયારી કરી લીધી છે. શિંદુ જૂથના સમર્થન વગર પણ ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટમાં જાે મહાવિકાસ અઘાડીની સરકાર પડી જાય તો મહારાષ્ટ્રની સત્તા પર ભાજપ કઈ રીતે કબજાે કરશે, તેને લઈને રણનીતિ લગભગ નક્કી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસની પાસે સરકાર બનાવવાનો પૂરો પ્લાન તૈયાર છે. તે પણ ત્યારે જ્યારે શિંદે જૂથના ૩૯ ધારાસભ્યો ગુવાહાટીમાં છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં આ સમયે ૨૮૭ ધારાસભ્યો છે. તેમાંથી જાે શિવસેનાના બળવાખોર ૩૯ ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ગાયબ રહે તો ગૃહની સંખ્યા ઘટીને ૨૪૮ થઈ જશે અને આવી સ્થિતિમાં બહુમત માટે ૧૨૫ ધારાસભ્યોની જરૂર પડશે. ભાજપની પાસે ૧૦૬ ધારાસભ્યો છે.

સાથે તેના સમર્થનમાં સાત અપક્ષ અને અન્ય સભ્યો છે. ભાજપને વિશ્વાસ છે કે શિંદે જૂથના ૧૧ અપક્ષ ધારાસભ્યો પણ તેની સાથે આવશે. આ સિવાય રાજ ઠાકરેની પાર્ટીના એક ધારાસભ્યનું પણ ભાજપને સમર્થન મળી જશે.

બહુજન વિકાસ અઘાડીના ત્રણ ધારાસભ્યો પર પણ ભાજપનો દાવો છે. આ તમામને ભેગા કરી આંકડો ૧૨૮ થાય છે, જે બહુમતના આંકડાથી વધુ છે. બીજીતરફ ભાજપના સૂત્ર પ્રમાણે મહાવિકાસ અઘાડીની સરકાર હવે અલ્પમતમાં છે. હકીકતમાં અઘાડી સરકારમાં હવે શિવસેના પાસે ૧૬ ધારાસભ્યો બચ્યા છે.

એનસીપીની પાસે ૫૩ ધારાસભ્યો છે, પરંતુ અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં હોવાને કારણે આ સંખ્યા ૫૧ થાય છે. કોંગ્રેસની પાસે ૪૪ ધારાસભ્યો છે. સમાજવાદી પાર્ટીના ૨ અને ત્રણ અપક્ષનું સમર્થન તેને મળ્યો તો પણ સંખ્યા ૧૧૬ થાય છે, જે બહુમતથી દૂર છે. તેવામાં ઉદ્ધવ ઠાકરેનો માર્ગ મુશ્કેલ બનવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.