Western Times News

Gujarati News

ટેસ્ટ રેન્કિંગમાં વિન્ડીઝ છઠ્ઠા, ભારત ત્રીજા સ્થાને

નવી દિલ્હી, બાંગ્લાદેશે સામેની ટેસ્ટ સીરીઝ વેસ્ટ ઈન્ડિઝે ૨-૦થી જીતી લીધી છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડે વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું હતું. ત્યારબાદ આઈસીસીવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૧-૨૩ પોઈન્ટ્‌સ ટેબલમાં ઘણા ફેરફારો થયા છે. ન્યુઝીલેન્ડ સામેની જીત બાદ ઈંગ્લેન્ડે પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન સુધર્યુ છે. હવે ઈંગ્લેન્ડ ૭મા નંબર પર છે અને ટીમની જીતની ટકાવારી ૨૮.૮૯ છે.

ઈંગ્લેન્ડ સામે કારમી હાર બાદ વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ ૨૫.૯૩ની જીતની ટકાવારી સાથે ૮મા નંબરે છે.
પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર ન્યુઝીલેન્ડ માટે આ વખતે ફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે.
બાંગ્લાદેશ સામેની સીરીઝમાં શાનદાર પ્રદર્શનના આધારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. આ સિરીઝમાં જીત બાદ વેસ્ટ ઈન્ડિઝની જીતની ટકાવારી ૫૦ થઈ ગઈ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની નજીક પહોંચી ગઈ છે.

પાકિસ્તાનના ૫૨.૩૮ ટકા પોઈન્ટ છે અને તે ૫માં સ્થાન પર છે. હાર બાદ બાંગ્લાદેશ ૯મા સ્થાને છે.ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને છે. ટીમની જીતની ટકાવારી ૫૮.૩૩ છે. દક્ષિણ આફ્રિકા ૭૧.૪૩ ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ નંબર કબ્જાે મેળવ્યો છે.

બીજું ચક્ર ૪ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ શરૂ થયું હતું. તે ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ સમાપ્ત થવાનું છે. છેલ્લી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ધ રોઝ બાઉલ સાઉધમ્પ્ટન ખાતે રમાઈ હતી. પરંતુ આઈસીસીદ્વારા હજુ સુધી બીજા રાઉન્ડના ફાઈનલ સ્થળની જાહેરાત કરવામાં આવી નથી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.