Western Times News

Gujarati News

વાજપેયીનાં જીવન પર આધારિત ફિલ્મ ૨૫ ડિસે.૨૩એ રિલિઝ થશે

મુંબઈ, સિનેમાની દુનિયામાં વધુ એક બાયોપિક ફિલ્મ આવવાની છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. હવે નિર્માતાઓએ તેની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ ‘મેં રાહૂં યા ના રાહૂં દેશ રહના ચાહિયે-અટલ’ છે.

આ અવસરે એક મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં બેકગ્રાઉન્ડમાં અટલ બિહારી વાજપેયીનો અવાજ સંભળાય છે. તેને હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ કરવામાં આવી છે. વિનોદ ભાનુશાલી અને સંદીપ સિંહ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

મોશન પોસ્ટરમાં અટલ બિહારી વાજપેયીના ભાષણનો એક અંશ સંભળાય છે જેમાં તેઓ કહે છે, ‘સત્તા કા ખેલ તો ચલેગા.. સરકાર આવશે, જશે… પાર્ટીઓ બનશે, બગડશે…પરંતુ આ દેશ રહેવો જાેઈએ’ આ દેશનું લોકશાહી અમર રહેવું જાેઈએ. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.

૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ૯૯મી જન્મજયંતિના અવસર પર રિલીઝ થશે. ફિલ્મની વાર્તા પેંગ્વિન રેન્ડમ હાઉસના પુસ્તક ‘ધ અનટોલ્ડ વાજપેયી’ પર આધારિત હશે. તમને જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયી ૧૯૯૬માં ભારતના વડાપ્રધાન બન્યા હતા પરંતુ તેમની સરકાર ૧૩ દિવસ પછી પડી ગઈ હતી.

વાજપેયી ૧૯૯૮માં બીજી વખત અને ૧૯૯૯માં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. અટલ બિહારી વાજપેયીનું ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૯૩ વર્ષની વયે અવસાન થયું હતું.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.