Western Times News

Gujarati News

લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર

પ્રતિકાત્મક

ગાંધીનગર, લોકરક્ષક દળની ભરતીની બહુપ્રતિક્ષિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઇ ચુક્યું છે. ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે જાેડાયેલું આ પરિણામ આખરે જાહેર થઇ ચુક્યું છે. પેપર ફુટવાની ઘટનાઓ અને યુવાનોમાં અસંતોષને ખાળવા માટે હસમુખ પટેલ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જાે કે કેટલાક તત્વો દ્વારા તેમ છતા પણ પેપર ફોડવાના પ્રયાસો કરાયા હતા. જાે કે આખરે અનેક સવાલો છતા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં RDના જાહેર થયેલા પરિણામ અનુસાર જનરલ કેટેગરીનું કટઓફ ૮૦.૩૦૦ એ અટક્યું હતું આટલા માર્ક ધરાવતા ૭૨૧૬ ઉમેદવારોની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જ પ્રકારે EWS નું ૭૦.૭૦૫ માર્કે મેરિટ અટક્યું જે હેઠળ ૧૮૦૭ ઉમેદવાર, SEBC ૭૪.૬૧૦ એ જેના હેઠલ ૪૨૬૦ ઉમેદવાર, SC નું ૭૦.૧૯૫ એ જેના હેઠળ ૧૧૫૬ ઉમેદવાર, STનું ૫૮.૫૮૫ એ જેના હેઠળ ૨૫૪૨ ઉમેદવારો આગળની પ્રક્રિયા માટે પસંદ થયા છે.

બીજી તરફ મહિલા ઉમેદવારોમાં જનરલ કેટેગરીનું કટ ઓફ ૬૬.૭૨૫ એ અટક્યું જેના હેઠળ ૧૭૫૦ મહિલા, EWS નું ૫૦.૦૩૫ એ જેના હેઠળ ૩૫૮ મહિલા, SEBC નું ૬૧.૩૫૦ એ જેના હેઠલ ૯૧૧ મહિલા SC નું ૫૯.૪૭૦ એ ૨૬૨ મહિલા, ST નું ૫૦.૦૩૫ એ જેના ૪૬૭ મહિલાઓની આગળની પ્રક્રિયા માટે પસંદગી થઇ હતી.

માજી સૈનિકોના મેરિટમાં જનરલ ૬૫.૨૩૫ એ જેના હેઠળ ૫૦, EWSનું ૬૬.૯૦૦ એ જેના હેઠળ , SEBC નું ૫૯.૮૦૦ એ જેના હેઠળ ૪૪ નું SC નું ૫૬.૮૨૦ જેના હેઠળ ૦૯, STનું ૬૨.૧૭૫ જેના હેઠળ ૦૧ ઉમેદવારની પસંદગી આગળની પ્રક્રિયા માટે થઇ હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.