Western Times News

Gujarati News

ઈશા અંબાણીને પણ મહત્વની જવાબદારી સોંપવાની તૈયારી

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નેતૃત્વ નવી પેઢીને સોંપવાનું કામ શરૂ થઈ ગયું છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું અને તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના ચેરમેન બનાવવામાં આવ્યા ત્યાર પછી મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીને પણ મહત્ત્વની જવાબદારી સોંપવાની તૈયારી થઈ ગઈ છે. ઈશા અંબાણી રિલાયન્સના રિટેલ બિઝનેસના ચેરમેન બને તેવી શક્યતા છે.

એશિયાના સૌથી ધનાઢ્ય પરિવાર અંબાણી કુટુંબમાં લીડરશિપને લગતા મોટા ફેરફાર થઈ રહ્યા છે. ઈશા અંબાણીને પ્રમોટ કરીને રિલાયન્સ રિટેલના ચેરમેન બનાવવાની સત્તાવાર જાહેરાત આજે જ થવાની શક્યતા છે. હાલમાં ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.ના ડાયરેક્ટર છે.

રિલાયન્સ ગ્રૂપે હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ગઈકાલે જ ઈશા અંબાણીના ભાઈ આકાશ અંબાણીને ટેલિકોમ બિઝનેસ રિલાયન્સ જિયોના ચેરમેનપદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આકાશ અને ઈશા અંબાણીએ મેટા પ્લેટફોર્મ સાથે વાતચીત કરીને રિલાયન્સ જિયોમાં ઈન્વેસ્ટમેન્ટની વ્યવસ્થા કરી હતી. ૩૦ વર્ષના ઈશા અંબાણીએ યેલ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. આકાશ અને ઈશા જાેડિયા ભાઈબહેન છે. તેમના નાના ભાઈ અનંત અંબાણી ૨૭ વર્ષના છે.

રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો એ ૨૧૭ અબજ ડોલરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપનીઓ છે અને મુકેશ અંબાણી તેના ચેરમેન છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને અબજાેપતિ મુકેશ અંબાણીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કંપનીની લીડરશીપમાં ફેરફાર કરવામાં આવશે. મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વને આગળ આવવું પડશે. હવે તેમના આ નિવેદન મુજબ મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના નેતૃત્વમાં મોટો ફેરફાર કરી દીધો છે.

આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી ૨૦૧૪માં ઈકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી અને ત્યાર પછી તેઓ ફેમિલી બિઝનેસમાં જાેડાયા હતા. ૨૦૧૯માં તેમણે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમના બહેન ઈશા અંબાણીએ સ્ટેન્ફર્ડ અને યેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.