Western Times News

Gujarati News

દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છ ઓગસ્ટે યોજાશે

નવી દિલ્હી , આગામી ૬ ઓગષ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ આગામી ૧૦ ઓગષ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે ૬ ઓગષ્ટના રોજ ચૂંટણીની સાથે જ તેના પરિણામ પણ બહાર પાડી દેવામાં આવશે. નોટિફિકેશનની સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થશે અને તે ૧૯મી જુલાઈ સુધી ચાલશે.The country’s vice-presidential election will be held on August 6

આગામી ૬ ઓગષ્ટના રોજ સવારના ૧૦ઃ૦૦ વાગ્યાથી સાંજના ૫ઃ૦૦ વાગ્યા સુધી ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ચાલશે. ત્યાર બાદ તે દિવસે જ ચૂંટણીના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવશે. ૧૦ ઓગષ્ટના રોજ વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ પૂરો થશે અને તેના ૪ દિવસ પહેલા જ નવા ઉપરાષ્ટ્રપતિના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. તેમાં ખાસ રીતે વોટિંગ થાય છે જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહે છે. તેમાં મતદારોએ મત એક જ આપવાનો હોય છે પરંતુ તેને પોતાની પસંદના આધાર પર પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે.તેઓ બેલેટ પેપર પર ઉપસ્થિત ઉમેદવારોમાંથી પોતાની પહેલી પસંદને ૧, બીજી પસંદને ૨ અને એ જ રીતે આગળની પ્રાથમિકતા આપે છે. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી નિવર્તમાન ઉપરાષ્ટ્રપતિની પદાવધિની સમાપ્તિના ૬૦ દિવસની અંદર કરવાની હોય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંધારણના અનુચ્છેદ ૬૬ પ્રમાણે મતદાર મંડળમાં કુલ ૭૮૮ સાંસદો હોય છે. તેમાં રાજ્યસભાના ૨૩૩ ચૂંટાયેલા સદસ્યો અને ૧૨ નામાંકીત સદસ્યોની સાથે-સાથે લોકસભાના ૫૪૩ સદસ્ય સામેલ થાય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીની માફક આમાં દરેક વોટનું અલગ અલગ માન નથી હોતું પરંતુ દરેક સાંસદના મતનું સમાન માન હોય છે, મતલબ કે એક. આ વખતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાન અધિકારી લોકસભાના મહાસચિવ હશે કારણ કે, નિયમ પ્રમાણે લોકસભા અને રાજ્યસભાના મહાસચિવ એક પછી એક (વારાફરતી) મતદાન અધિકારી હોય છે. હાલ રાજ્યસભાના મહાસચિવ રાષ્ટ્રપતિની ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર છે તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભાના મહાસચિવનો નંબર આવશે. જરૂર પડશે તો સંસદ ભવનના પહેલા માળે આવેલા રૂમ નંબર ૬૩માં મતદાન થશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.