Western Times News

Gujarati News

અંધવિશ્વાસના ચક્કરમાં મહિલાની નિર્મમ હત્યા

નવી દિલ્હી, ઝારખંડના ગઢવા જિલ્લામાંથી ખૂબ જ અજીબ ઘટના સામે આવી છે. અંધવિશ્વાસના કારણે એક મહિલાને તેની જ બહેન અને બનેવીએ બિભત્સ રીતે મોતને ઘાટ ઉતારી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, અંધવિશ્વાસના ચક્કરમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, ઘરમાં બનાવવામાં આવતી અડચણોને દૂર કરવા માટે મહિલાની હત્યા કરવામાં આવી છે. Brutal murder of a woman in a cycle of superstition

આ હત્યા કેસમાં પોલીસે બે મહિલાઓ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર નગર ઉટારી પોલીસ સ્ટેશન ક્ષેત્રના જંગીપુર ગામમાં સાત દિવસ પહેલા આ ઘટના બની છે. ગુડિયા પર તેની બહેન અને તેના બનેવીએ દિનેશ ઉરાંવે તંત્ર સિદ્ધિ માટે એક પ્રયોગ કર્યો તો.

પહેલા દિવસે ગુડિયાની જીભ કાપી નાંખી. ત્યારબાદ બીજા દિવસે મહિલાના ગુપ્તાંગને કાપી નાખ્યું, જેથી તેનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટના દરમિયાન મૃતક મહિલા ગુડિયાનો પતિ ત્યાં જ હાજર હતો, પરંતુ તે કંઈ બોલ્યો ન હતો. મૃતકની બહેન અને બનેવી મૃતદેહને તેના પિયર રંકા વિસ્તાર ખુરામાં લઈ ગયા અને તેને સળગાવીને ઘરે આવી ગયા.

આ સમગ્ર મામલાની ઉટારી પોલીસને જાણ થતાં પોલીસે મહિલાના ઘરે જઈને પૂછપરછ કરી હતી. શ્રી બંસીધર નગર વિસ્તારમાં SDPO પ્રમોદ કેસરીએ જણાવ્યું કે, જંગીપુર ગામમાં ૨૧ જૂનના રોજ અંધવિશ્વાસના ચક્કરમાં મુન્ના ઉરાંવની પત્ની ગુડિયા દેવીની હત્યા કરવાની જાણકારી મળી હતી.

તપાસ પરથી જાણવા મળ્યું છે કે, પુરાવાઓને નષ્ટ કરવા માટે મૃતદેહને ખુરા ગામમાં સ્મશાન ઘાટ પર સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ યોગેન્દ્ર કુમારે આ મામલાની તપાસ કરી છે. ત્યારબાદ મહિલાના પતિ મુન્ના ઉરાંવ, બહેન લલિતા દેવી, બહેન દિનેશ ઉરાંવ સહિત ૧૨ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ધરપકડ કરેલ આરોપીઓમાં મૃતક ગુડિયા દેવીની બહેન લલિતા દેવી, દિનેશ ઉરાંવ, સુરજી કુંવર, કુંદન ઉરાંવ, પતિ મુન્ના ઉરાંવ અને રામશરણ ઉરાંવ શામેલ છે. બાકી રહેલ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દરોડા પાડી રહી છે.

ધરપકડ કરેલ આરોપીઓને ગઢવા મોકલી દેવામાં આવ્યા છે. SDPO એ જણાવ્યું છે કે, સાત લોકોને નગર ઉંટારી, મેરાલ અને રંકા પોલીસ સ્ટેશનના અલગ અલગ સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. મૃતદેહના અવશેષોને જપ્ત કરવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.