Western Times News

Gujarati News

કેનેરા બેંકના મેનેજર સહીતની ત્રિપુટી સામે ૨૮ લાખની છેતરપીડીની ફરીયાદ

File

વટવા પોલીસે તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી ચાર વેપારીઓ ત્રિપુટીના ભોગ બન્યા

અમદાવાદ : શહેરમાં ગઠીયા અને ઠગો દ્વારા કરવામા આવતી છેતરપીડીના ભોગ શહેરનીજનો બન્યા હોય એવી એવી ઘણી ઘટનાઓ અવાર નવરા પ્રકાશમા આવે છે ગઠીયાઓ નાગરીકોને કોઈ કામ કરવાની કે લોન આપવાના જેવી વિવિધ લાલચો આપીને પોતાની વાતોમાં ફસાવે છે બાદમા વિવિધ ચાર્જ કે કમિશન પેટે રૂપિયા લઈને બાદમા ગાયબ થઈ જતાં હોય છે

આવો જ ગઠીયો વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લોકને ઠગતો હતો જેની થોડા દિવસ અગાઉ અટક કરવામાં આવી છે આ ગઠીયા સામે કેટલીક ફરીયાદો થઈ છે તથા અલગ અલગ પોલીસ સ્ટેશન માંથી ફરીયાદ નોધાવાનુ ચાલુ જ છે ત્યા જ કેનેરા બેકના મેનેજર સાથે મળીને છેતરપીડી આચરતા વધુ એક ગઠીયાના કરતુત બહાર આવ્યા છે વેપારીઓને મશીનરી માટે લોન તથા સીસી અપાવવાના નામે દસ્તાવેજા મેળવી લઈ શખ્શ લોન કરાવીને બારોબાર પોતાનાં ખાતામાં મેળવી લેતા હતા.

તેની સાથે કેનેરા બેકનો મેનેજર સંકળાયેલો હોવાનુ ખૂલતા સનસનાટી મચી ગઈ છે પોલીસે આ લોનની લાલચ આપનાર ઈસમે બેક મેનેજર તથા મશીનરી નુ કોટેશન આપનાર વ્યક્તિની ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ભરત સેદાણે નામના મૂળ મહારાષ્ટ્રના વેપારી કેટલાંક વર્ષોથી પરીવાર સહીત અમદાવાદમાં વટવા વિસ્તારમાં સ્થાયી થયા હતા પરીશ્રમ એસ્ટેટમા એક કારખાનામાં નોકરી કરતા હતા.

આશરે એક વર્ષ અગાઉ તેમને ધંધો શરૂ કરવા માટે રૂપિયાની જરૂર પડતા અમરજીત સિહ તારકેશ્વવર અવધિયા સતેજ હોમ્સ વટવા, નો સંપર્ક કર્યો હતો અમરજીતે ભરતભાઈને અમરજીતે જણાવ્યુ હતુ કે તે વટવા ગજાનંદ ઈન્ડસ્ટ્રીયલ હલમાં ગજાનંદ સેન્ટર પ્રાઈઝ નામની દુકાન ધરાવે છે અને કેનેરા બેકના મેનેજર એચ બી રાણા પોતાને ઓળખતા હોવાનું જણાવ્યુ હતુ ઉપરાંત ઉપયોગ કરી ભરતભાઈને મશીનરીની લોન તથા સીસી લોન પાસ કરવાનો વાયદો પણ કર્યો હતો.

અમરજીતની વાતોમાં આવી ગયેલા ભરતભાઈએ તેમની પત્ની ડિમ્પલબેનના દસ્તાવેજા આપ્યા હતા.લોન માટે એપ્લાય કર્યા બાદ કેનેરા બેકના મેનેજર એચ બી રાણા તેના ઘરે મળી ગયા હતા અને થોડા જ દિવસમાં તેમની લોન પાસ કરીને પાચ લાખની રકમ તેમના પોતાના ખાતામાં જમા કરી હતી

આ અંગે અમરજીતના સંપ્રક કરતા જવાબો આપ્યા હતા અને બેંક મેનેજર અમરજીત તથા બેંક મેનેજર રાણાએ અન્ય કેટલાક વેપારીઓ સાથે પણ છેતરપીડી કરી હોવાની જાણણ થતા ભરતભાઈએ વધુ તપાસ કરી હતી. જેથી બેંક મેનેજર અમરજીત તથા મશીનરીનું કોટેશન આપનાર ની ત્રિપુટીએ ભરતભાઈના છ લાખ દેવ ગારમેન્ટના આઠ લાખ ક્રિષ્ણા વેગ હાઉસ ના આઠ લાખ તથા ચાંદની ગારમેન્ટમાં ૬ લાખ મળી કુલ ૨૮ લાખની છેતરપીડી કરી હોવાનું બહાર આવ્યુ છે.જેના પગલે ચોકી ગયેલા ભરતભાઈ તથા ઠગ ત્રિપુટીનો ભોગ બનનાર અન્ય લોકો એકઠા થયા હતા બાદમા તમામ વટવા પોલીસ સ્ટેશનમા જઈને ફરીયાદ નોધાવી હતી.

બેકનો મેનેજર પણ છેતરપીડીમાં સંડાવાયેલો હોવાની વાત બહાર આવતા પોલીસ પણણ ચોકી ગઈ છે અને સમગ્ર ઘટનાની તાત્કાલીક તપાસ આદરી છે સુત્રોને જણાવ્યા અનુસાર આ ઠગ ત્રિપુટી નો ભોગ બનનાર કેટલાક વધુ લોકો પણ આવનાર દિવસોમા બહાર આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.