Western Times News

Gujarati News

ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને આપ્યો ૩૭૮ રનનો ટાર્ગેટ

ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી

બર્મિઘમ, ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને બર્મિઘમ ટેસ્ટમાં જીત માટે ૩૭૮ રનો ટાર્ગેટ મુક્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં ૨૪૫ રનોના સ્કોર પર ઓલ આઉટ થઇ. આ દરમિયાન ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજારાએ ૬૬ રનની ઇનિંગ રમી. ઇગ્લેંડ માટે ભારતની બીજી ઇનિંગ દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સએ ૪ વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડ અને મૈટી પોટ્‌સને બે-બે વિકેટ મળી.

ટીમ ઇન્ડીયા માટે બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજાએ ૧૬૮ બોલનો સામનો કરતાં ૮ ચોગ્ગાની મદદથી ૬૬ રન બનાવ્યા. જ્યારે પંતે ૮૬ બોલનો સામનો કરતાં ૮ ચોગ્ગાની મદદથી ૫૭ રન બનાવ્યા. વિરાટ કોહલી ૪૦ બોલમાં ૨૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. હનુમા વિહારી ૧૧ રન જ બનાવી શક્યા. શ્રેયર ઐય્યરે ૧૯ રનનું યોગદાન કર્યું. રવિન્દ્ર જાડેજા ૫૮ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થયા. મોહમંદ શમીએ ૧૩ રનનું યોગદાન આપ્યું. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયા ૨૪૫ રનના સ્કોર પર આઉટ થયા.

ઇગ્લેંડ માટે બે સ્ટોક્સે શાનદાર બોલીંગ કરી. તેમણે ૧૧૧.૫ ઓવરમાં ૩૩ રન આપીને ૪ વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડે ૧૬ ૫૮ રન આપીને ૨ વિકેટ લીધી. મૈટી પોટ્‌સને પણ બે સફળતા હાથ લાગી. તેમણે ૧૭ ઓવરોમાં ૫૦ રન આપીને ૨ વિકેટ લીધી. પોટ્‌સે ૩ મેડન ઓવર પણ નિકાળી.

જેમ્સ એંડરસન અને જૈક લીચે એક-એક વિકેટ મળી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી ૪૧૬ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇગ્લેંડે પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી ૨૮૪ રન બનાવ્યા. ઇગ્લેંડ માટે જાેની બેયરસ્ટોએ સદી ફટકારી. હવે ઇગ્લેંડની ટીમ પોતાની બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઉતરશે.

ભારત પ્રથમ ઇનિંગ- ૪૧૬-૧૦ (૮૪.૫ ઓવર)
ઇગ્લેંડ પ્રથમ ઇનિંગ- – ૨૮૪-૧૦ (૬૧.૩)
ભારત બીજી ઇનિંગ – ૨૪૫-૧૦ (૮૧.૫)

SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.