Western Times News

Gujarati News

ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટ દહેજ પ્લાન્ટમાં વિસ્તરણ કરવા 300 કરોડના રોકાણ કરશે

ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટ દહેજ સુવિધાનું વિસ્તરણ કરશે, નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં આવક બમણી કરવાનો ઉદ્દેશ-સાથે સ્પેશ્યલાઇઝ અને મોટા ઉપકરણની ડિલિવરી માટે હાઇડ્રોજન અને પાવરના ક્ષેત્રોમાં એની કામગીરી મજબૂત કરે છે

મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના વ્યવસાય ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટ ગુજરાતના દહેજમાં એની અત્યાધુનિક સુવિધાનું વિસ્તરણ કરશે. તેઓ વર્ષ 2025 સુધીમાં તેમની આવક બમણી કરવાની યોજના ધરાવે છે

અને આ વિસ્તરણ તેની ક્ષમતા બમણી કરવાની અને ક્ષમતા વધારવાની યોજનામાં નોંધપાત્ર પ્રદાન કરશે. હાલ ચાલુ વિસ્તરણ તેના ઉત્પાદન વિસ્તારમાં અંદાજે 25,000 ચોરસ મીટરનો વધારો કરશે. અત્યારે તેમાં વધુ રૂ. 300 કરોડનું રોકાણ થઈ રહ્યું છે.

ગોદરેજ એન્ડ બૉય્સ દ્વારા આ અદ્યતન ઉત્પાદન સુવિધાની સ્થાપના વર્ષ 2016માં થઈ હતી. આ સુવિધા વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ અને ઓવર-ડાઇમેન્શનલ કન્સાઇન્મેન્ટ્સ (ઓડીસી)નું ઉત્પાદન અને પ્રદાન કરવા સારી રીતે સજ્જ છે.

હાલ ચાલુ વિસ્તરણમાં નિર્માણ સંસાધનોની સંવર્ધિત અને અસરકારક વપરાશક્ષમતા સાથે પર્યાવરણને અનુકૂળ સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરીને થઈ રહ્યું છે. રિસાઇકલિંગ, જળસંરક્ષણ અને ઇંધણના વપરાશમાં ઘટાડો કરવા સોલર પાવર અને વિવિધ ઇન્સ્ટોલેશન જેવી પર્યાવરણને અનુરૂપ પહેલો સામેલ હશે. વિસ્તરણ ઉદ્યોગની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા પર કેન્દ્રિત છે અને વિસ્તારમાં સ્થાનિક રોજગારી માટે તકો તરફ દોરી જાય છે.

આ વ્યૂહાત્મક વિસ્તરણમાં ન્યૂક્લીઅર ઉપકરણ માટે સમર્પિત વિભાગ સંકળાયેલો હશે અને અન્ય વિભાગ હેવી ઇક્વિપમેન્ટ ઉત્પાદન માટે સમર્પિત હશે. તેમાં ટિટેનિયમ, ઝિર્કોનિયમ વગેરે જેવી મેટલર્જી સાથે મહત્વપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા માટે અત્યાધુનિક ક્લીન રુમ સુવિધા હશે.

ઉપરાંત ક્રેનની વધારે ઊંચાઈ 16 મીટર ડાયામીટર ધરાવતા મોટા અને ઓવર-ડાયમેન્શનલ ઉપકરણના ઉત્પાદનની સુવિધા આપશે. આ વિસ્તરણમાં મોટા અને ઓડીસી ઉપકરણ માટે વધારાના 2 ઉત્પાદન યાર્ડ પણ સામેલ હશે. મોટા અને ઓવર-ડાઇમેન્શનલ સ્ટેટિક ઉપકરણના ઉત્પાદન પર મુખ્યત્વે કેન્દ્રિત 20 મીટરની અંડર-ધ-હૂક ઊંચાઈ સાથે એક્ષ્ટેન્ડેડ ફેબ્રિકેશન યાર્ડ હાઉસ હશે. ભવિષ્યમાં આ એક્ષ્ટેન્ડેડ યાર્ડનો ઉપયોગ મોડ્યુલર ફેબ્રિકેશન માટે પણ થશે.

ક્ષમતા અને વિસ્તરણ એમ બંને દ્રષ્ટિએ આ વિસ્તરણ ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટની હાઇડ્રોજન અને પાવરના ક્ષેત્રોમાં એની કામગીરીને વધારવામાં મદદરૂપ થશે, ખાસ કરીને વિશેષ અને મોટા ઉપકરણમાં તેમજ ઓઇલ અને ગેસ, રસાયણો અને ખાતરો અને વીજ ક્ષેત્રમાં એના હાલના પોર્ટફોલિયોમાં.

ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટ એની ઉત્પાદન કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રોસેસ ફ્લો (વર્કસેન્ટર) વિભાવના દહેજને તબક્કાવાર રીતે અત્યાધુનિક સુવિધામાં પરિવર્તિત કરી રહી છે. વર્કસેન્ટર ઉત્પાદનનો નિયુક્ત વિસ્તાર છે, જેની ડિઝાઇન ચોક્કસ કામગીરીઓ હાથ ધરવા બનાવવામાં આવી છે અને એનો અમલ કરીને ઉત્પાદન વ્યવસ્થાની અંદર આ ફ્લેક્સિબિલિટીને સુધારવામાં આવી છે. ઉત્પાદકતા વધતા લીડ ટાઇમ ઘટ્યો છે અને ખામીઓ ઓછી થઈ છે, જેથી વિશેષતામાં વધારો થયો છે.

સમર્પિત તાલીમ કેન્દ્રનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, જેથી ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓ અને કામદારોની ઇન-હાઉસ ક્ષમતા વધારી શકાય. આ યોજનાઓનો અમલ વીઆર/એઆર-આધારિત વેલ્ડિંગ સિમ્યુલેટિંગ સિસ્ટમ પર થઈ રહ્યો છે, જેથી વેલ્ડર્સને સંપૂર્ણ અનુભવ પ્રદાન કરી શકાય અને પરિણામે સિમ્યુલેશનને વાસ્તવિકતાની નજીક લઈ જઈ શકાય.

ઉત્કૃષ્ટતા તરફ પોતાની સતત આગેકૂચમાં તેમણે તાજેતરમાં દહેજમાં એનએબીએલની માન્યતાપ્રાપ્ત વર્લ્ડ ક્લાસ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત કરી છે.

આ સુવિધામાં વ્યવસાય એની કામગીરીમાં ડિજિટલ પરિવર્તન લાવે છે. આઇઓટી પરિવર્તન ઉત્પાદનમાં પરિવર્તનકારક છે અને તેઓ ઇન્ડસ્ટ્રી 4.0નો અમલ કરવાની યોજના ધરાવે છે. શોપ ફ્લોર પર ઉત્પાદન અમલીકરણ વ્યવસ્થાના ડિજિટલાઇઝેશન અને અમલીકરણના ભાગરૂપે ઓટોમેશન, ડિજિટલ ડેટા કેપ્ચ્યોરિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું એ વિવિધ પહેલો છે, જે દહેજ ઉત્પાદન સુવિધામાં અમલીકરણ હેઠળ છે.

ઓટોમેશન પર ભાર મૂકવાની સફરની શરૂઆત ઉપકરણના દરેક પીસનું ઓટોમેટેડ પ્લેટ માર્કિંગ અને કટિંગ પ્રોસેસથી થાય છે, ત્યારબાદ અંડર-વોટર પ્લાઝમા કટિંગ, વોટરજેટ કટિંગ, હોટવાયર ટીઆઇજી પ્રોસેસિસ, સબમર્જ્ડ આર્ક સ્ટ્રિપ ક્લેડિંગ (એસએએસસી) અને અદ્યતન નોન-ડિસ્ટ્રિક્ટિવ ટેસ્ટિંગ (એનડીટી) ટેકનિકોનો ઉપયોગ થાય છે.

ઉપરાંત ઓર્બિટલ વેલ્ડિંગ, નેરો ગ્રૂવ ટેન્ડમ વાયર સબમર્જ્ડ આર્ક વેલ્ડિંગ (એસએડબલ્યુ) અને ઇનર બોર ઇન્ટરર્નલ ડાયામીટર ઓવરલે સ્ટ્રીમલે સહિત વિવિધ ટેકનોલોજીઓ ઉપકરણ ઉત્પાદનની પ્રક્રિયાને સ્ટ્રીમલાઇન કરે છે. વળી નોઝલ કટિંગ, નોઝલ વેલ્ડિંગ, ટ્યુબ-ટૂ-ટ્યુબ શીટ વેલ્ડિંગ વગેરે જેવી મુખ્ય ઉત્પાદનલક્ષી પ્રવૃત્તિઓમાં રોબોટિક્સનો ઉપયોગ પણ થાય છે. અહીં નોંધવું જરૂરી છે કે, તેમની 80 ટકાથી વધારે વેલ્ડિંગ પ્રવૃત્તિઓ ઓટોમેટેડ છે અને ઓટોમેશનનું મુખ્ય ધ્યાન ઉત્પાદકતા, ગુણવત્તા અને સલામતી વધારવા પર મુખ્યત્વે કેન્દ્રિત છે.

ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ હુસૈન શરિયારે કહ્યું હતું કે, “દહેજ ઉત્પાદન સુવિધા એની મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પ્રદાન કરવાની ક્ષમતા અને એની સારી સજ્જતાને કારણે કેટલાંક સીમાચિહ્નો હાંસલ કરવા સક્ષમ બનાવે છે. દહેજ સુવિધાને ડાઇમેન્શનની સાથે જટિલતાની દ્રષ્ટિએ પણ વિશેષ ઉપકરણ ઊભું કરવાના આશય સાથે વિકસાવામાં આવી હતી.

એની વિશિષ્ટતા અમને આ પ્રકારના ઉપકરણના પરિવહન માટે આંતરરાષ્ટ્રીય સીપોર્ટ્સની સરળ સુલભતા પૂરું પાડે છે. અમે આ સુવિધાને સ્માર્ટ ફેક્ટરી બનાવવા તથા ગ્રાહકને ખુશ કરવા ઉત્પાદકતા અને ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અમારી સફર શરૂ કરી છે. ઉપરાંત અમારો ઉદ્દેશ આ સુવિધાને ઉદ્યોગમાં પર્યાવરણને સૌથી વધુ અનુકૂળ સુવિધાઓ પૈકીની એક બનાવવાનો પણ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.