Western Times News

Gujarati News

ડાકોરના ઠાકોરને રાખડી બંધાઈ, હવે સીધી દશેરાના દિવસે છોડવામાં આવશે

File

જૂની પરંપરા યથાવત

પૂર્ણિમા અને રક્ષા બંધનના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા

ખેડા, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રણછોડરાયને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. નક્ષત્ર પ્રમાણે ગઈકાલે બપોર પછી પૂનમ હોય આજે સવાર સુધી પૂનમ રહી હોવાથી આજે મંદિરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ભગવાન રણછોડરાયને સવારે શણગાર આરતી બાદ રાખડી બંધાતી હોય છે.

ગઈકાલે બપોર બાદ પૂનમ હોય ગઈકાલે ડાકોરના ઠોકોરની રાખડીં બાંધવામાં આવી ન હતી. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. સ્નાન કરાયા બાદ ભગવાનને શણગાર કરવામાં આવ્યા. તેના બાદ સવારે ૭ઃ૦૦ વાગ્યાના અરસામાં ભગવાનને રાખડી બાંધવામાં આવી હતી.

જાેકે, આ રાખડી છોડવાનો એક ચોક્કસ સમય હોય છે. સેવક પૂજારી દ્વારા બંધાયેલી આ રાખડી ભગવાન દશેરાને દિવસે વરઘોડા સ્વરૂપે મોતીબાગ જઈ સમીના વૃક્ષ નીચે રાખડી છોડવામાં આવે છે. તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણ સુદ પૂર્ણિમા ઉત્સવ આજે ઉજવાયો હતો. પૂર્ણિમા અને રક્ષા બંધનના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. રક્ષા બંધનના પાવન પર્વે ભગવાન શામળિયા માટે ભક્તો રાખડી લઈને આવ્યા હતા,

ત્યારે શણગાર આરતી બાદ ભગવાનને મંદિરના મુખ્યાજી દ્વારા ભક્તોની લાવેલી રાખડીઓ તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવડાવાયેલી સોનાની રાખડી બાંધવામાં આવી હતી. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ભગવાન શામળાજી હજારો ભક્તોની લાવેલી રક્ષાના તાંતણે બંધાયા હતા. આ પાવન અવસરે ભગવાનને વિશેષ શણગાર પણ કરાયા હતા.ss3

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.