Western Times News

Gujarati News

દિવ સહિતના શહેરો અને ગામો ખાલી કરાવાયા

File

 

‘મહા’ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટઃ દરિયા કિનારે આવતા પ્રવાસીઓને અટકાવાયાઃ ૧૦૦થી વધુ ગામો એલર્ટઃ નેવીના ૪ જહાજા તૈનાત

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહેલુ ‘મહા’ વાવાઝોડુ વિનાશક સાબિત થાય તેવી દહેશત ના પગલે રાજય સરકારનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. કેન્દ્રીય હવામાન વિભાગની સુચનાઓ અનુસાર ગુજરાતમાં અગમચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે. લશ્કરની મદદ પણ લેવામાં આવી રહી છે અને ગુજરાતના દરિયા કિનારાઓ પર નેવી ના ૪ જહાજાને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત નેવી ના હેલિકોપ્ટરો પણ સજ્જ બની ગયા છે સાથે સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજયોમાંથી એનડીઆરએફની ટીમોને પણ બોલાવી લેવામાં આવી છે. ધીમે ધીમે મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતા જ દિવ શહેરને સવારથી જ ખાલી કરાવવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે અને હોટલોમાંથી પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહયા છે.

આ ઉપરાંત દિવ ના પ્રવેશ માર્ગોને સીલ કરીને કોઈને પણ શહેરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. આ ઉપરાંત દરિયા કિનારાના ૧૦૦થી વધુ ગામોને એલર્ટ કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મહા વાવાઝોડાના પગલે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ઐતિહાસિક સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો રદ કરી દેવામાં આવ્યો છે અને સોમનાથમાંથી પણ પ્રવાસીઓને ખસેડવામાં આવી રહયા છે.

‘મહા’ વાવાઝોડાની તીવ્રતા થોડીક ઘટી છે પરંતુ તેનો વ્યાપ જાતા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકે તો ભારે નુકશાની થશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. જેના પગલે તમામ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે અને ગઈકાલ સવારથી જ દરિયામાંથી તમામ બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરી સતત પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે.

દિવમાં ૬ રેસ્કયુ સેન્ટરો શરૂ કરી દેવાયા છે આ ઉપરાંત કિનારાના અન્ય વિસ્તારોમાં પણ અસરગ્રસ્તો માટે આશ્રય સ્થાનો ખોલી નાંખવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરો દ્વારા તમામ કામગીરી પુરજાશમાં ચાલી રહી છે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડુ નબળુ પડતું જાય છે, પરંતુ તેની ભયંકરતા હોવાને કારણે સરકારે તંત્રને એલર્ટ કર્યું છે.

દરિયાઓમાં કરંટ લાગવાને કારણે મોજા ઉછળવા માંડયા છે, જેથી પ્રવાસીઓએ દરીયા કિનારેન જવા અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરીયો ન ખેડવા કરેલ અપીલને કારણે મોટી સંખ્યામાં બોટો કીનારે લંગારવામાં આવી છે.

દિવ નો દરીયો તોફાની બનતા દરીયા કિનારે ખા સકરીને બીચ પર ન જવા અપીલ કરી છે, તથા પ્રવાસીઓને દીવ છોડવા પણ જણાવાયું છે. વાવાઝોડાના પગલે દીવ સહીત દરીયા કિનારાના શહેરો તથા ગામડાઓને ખાલી કરાવવાની તજવીજ કરવામાં આવી છે.

અંદામાન દરીયામાં વેલ પાર્ક લો પ્રેસર સર્જાયાના સમાચાર પ્રાપ્ત થયા છે. વાવાઝોડુ નબળુ પડયું છતા ભારે વરસાદની આગાહીને કારણે ખાસ કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે દ્વારકા ખાતે દરીયા કિનારો તોફાની બન્યાના સમાચારો પ્રાપ્ત થયા છે.

હાલમાં વાવાઝોડુ પોરબંદરથી ૬૭૦ કિ.મી. દૂર છે. વાવાઝોડાને કારણે દર વર્ષે સોમનાથમાં કાર્તિક પૂનમને દિવસે ભરાતો મેળો આ વર્ષે દર કરવામાં આવ્યો છે. ઈતિહાસમાં પ્રથમવાર જ મેળો રદ થતા લોકોમાં નિરાશા જાવા મળી રહી છે.

વાવાઝોડા સાથે વરસાદે ખેડૂતોના મોટાભાગના પાકનો નાશ કર્યો છે અબડાસા તથા ભચાઉમાં ભારે વરસાદના સમાચાર છે હવામાન ખાતાની આગાહી મુજબ ૭ તથા ૮મી નવેમ્બરે ગુજરાતમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાછોતરા વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતામાં છે તથા સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે.

વાવાઝોડાને કારણે તથા ભારે પવનથી દરીયાકીનારે વસતા માછીમારોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે તબાહી સર્જી શકે છે તથા જાનહાની પણ થવાની વકી છે અગરીયાઓ તથા માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા સમાચાર મુજબ બંગાલની ખાડીમાં પણ વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાને કારણે તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. દરીયા કીનારે વસતા લોકોને સતત ચેતવણી આપી સલામત સ્થળે ખસી જવા અપીલ થઈ રહી છે. પોરબંદરના દરીયાને કીનારે ઉપરાંત અન્ય દરીયા કીનારા પર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે કોસ્ટગાર્ડને પણ સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે.

દિવમાં ૬ રેસ્કયુ સેન્ટર શરૂ કરાયા છે નેવીના ૪ જહાજા પણ તૈનાત કરાયા છે તથા હોટલો પણ ખાલી કરવામાં આવી છે હાલમાં દરીયામાં તોફાની મોજા ઉછળી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.