Western Times News

Gujarati News

દાદા મજૂર અને પિતા હતા કસાઇ, પુત્ર પાસે છે Bugatti Chiron કાર

વિશ્વનો એક માત્ર ભારતીય જેની પાસે છે આ કાર

સૌથી મહત્વની વાત એ છે કે આ કારની કિંમત એટલી વધારે છે કે સૌથી અમીર વ્યક્તિ પણ તેને ખરીદી શકતી નથી

નવી દિલ્હી,શોખ એક મોટી વાત છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કોઇને કોઇ શોખ અવશ્ય હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે આ શોખને પગલે મોટા રજવાડાઓ વેચાઇ ગયા હતા. જાેકે, આજે અમે તમને જે શોખીન વ્યક્તિની વાત કહેવા જઈ રહ્યા છીએ, તેણે પોતાનું રજવાડું વેચ્યું નથી.

પરંતુ તેના આ શોખની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. દુનિયાભરમાં ઘણા લોકો એવા છે, જેમને મોંઘીદાટ ગાડીઓ પોતાના ગેરેજમાં રાખવાનો શોખ હોય છે. આવા લોકો કાર પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા પહેલા જરા પણ વિચારતા નથી. જાે કે, દુનિયાભરમાં મોંઘીદાટ કાર્સનો આટલો ક્રેઝ હોવા છતાં કેટલીક એવી કાર્સ એવી પણ છે, જેને પોતાના કલેક્શનમાં સામેલ કરવી દરેક માટે શક્ય નથી.

આમાંની એક કાર કંપની છે બુગાટી, જેની સુપરકાર જેટલી કમાલની છે તેટલી જ ખાસ છે. મોટી હસ્તીઓ પણ આ કંપનીની કાર સરળતાથી પરવડે તેમ નથી કારણ કે બુગાટી કારોની કિંમત ૧૧-૧૨ કરોડ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ આજે અમે તમને તેમની કાર્સના શોખ વિશે જણાવવા જઈ રહ્યા છીએ હવે વિશ્વ વિખ્યાત બની રહ્યું છે. અમેરિકામાં રહેતા મયુર શ્રી નામના ભારતીય મૂળના બિઝનેસમેન પાસે ઘણી લક્ઝરી કાર છે, પરંતુ આજકાલ તે પોતાની બુગાટી શિરોન સુપરકારને લઇને ચર્ચામાં છે.

જે વ્યક્તિ પાસે આ કારની કિંમત જેટલી પ્રોપર્ટી હોય છે તે પોતાને અમીર માને છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કારની કિંમત એટલી વધારે છે કે સૌથી અમીર વ્યક્તિ પણ તેને ખરીદી શકતી નથી. આ જ કારણ છે કે મયુર શ્રી દુનિયાના એકમાત્ર એવા ભારતીય તરીકે ઓળખાય છે જેની પાસે ૨૧ કરોડની બુગાટી ચિરોન સુપરકાર છે. જાે કે વિદેશમાં ઘણા એવા ભારતીયો રહે છે જેમની પાસે બુગાટી વેરોન છે, પરંતુ આ કારની કિંમત મયુર શ્રીની બુગાટી શિરોન કરતા ઘણી ઓછી છે.

આ કાર્સની કિંમત લગભગ ૧૨ કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં મયુર શ્રી એકમાત્ર એવો એનઆરઆઈ છે, જેની પાસે ૨૧ કરોડ રૂપિયાની બુગાટી શિરોન છે. મોટી વાત એ છે કે મયુર શ્રીએ આ કાર પોતાના માટે નહીં પરંતુ પોતાના પિતા માટે ખરીદી હતી. તેણે આ સુપરકાર પોતાના પિતાને ભેટમાં આપી હતી.

આજે અમેરિકામાં રહેતા મયુર શ્રી ભલે દક્ષિણ આફ્રિકામાં અબજાેનો બિઝનેસ ધરાવતા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના પૂર્વજાે ગુલામ તરીકે કામ કરતા હતા. હા, ૧૮૬૦ના દાયકાની શરૂઆતમાં મયુરના પૂર્વજાેને ભારતથી દક્ષિણ આફ્રિકા લાવવામાં આવ્યા હતા.

તેઓ ગુલામી કરાર હેઠળ અહીં પહોંચ્યા હતા. આ પછી મયુર શ્રીના દાદા ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના પિતાએ આફ્રિકાના એક કતલખાનાથી શરૂઆત કરી હતી. પરંતુ તેમની મહેનતના દમ પર આ પરિવાર હવે દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના અમીર લોકોની યાદીમાં સામેલ થઇ ગયો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.