Western Times News

Gujarati News

ટવેન્ટી મેચમાં ઇંગ્લેન્ડ પર ન્યુઝીલેન્ડની ૧૪ રને જીત

નેલ્સન, નેલ્સનના મેદાન ખાતે રમાયેલી આજે પાંચ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ પર ૧૪ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે સાત વિકેટે ૧૮૦ રન કર્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ સાત વિકેટે ૧૬૬ રન બનાવી શકી હતી. માલને ૫૫ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટ્‌વેન્ટી મેચોની શ્રેણી બાદ બે ટેસ્ટ મેચો રમાશે જે પૈકી પ્રથમ ટેસ્ટ મેચ ૨૧મી નવેમ્બરથી શરૂ થશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૨૯મી નવેમ્બરથી હેમિલ્ટન ખાતે રમાશે.

પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી લીધા બાદ બીજી મેચમાં ન્યુઝીલેન્ડે જીતીને પાંચ મેચોની શ્રેણીને ૧-૧ રન બરોબર કરી હતી. હવે આ મેચ જીતીને ન્યુઝીલેન્ડે ૨-૧ની લીડ મેળવી લીધી છે. જેથી આગામી મેચો ખુબ રોચક બને તેમ માનવામાં આવે છે. ચોથી ટ્‌વેન્ટી મેચ ૮મી નવેમ્બરના દિવસે નેપિયર ખાતે અને પાંચમી ટ્‌વેન્ટી મેચ ૧૦મી નવેમ્બરના દિવસે ઓકલેન્ડ ખાતે રમાશે. બંને ટ્‌વેન્ટી મેચો અને બાકીની ટેસ્ટ મેચો માટે ન્યુઝીલેન્ડ ઘરઆંગણે લડાયક મૂડમાં છે.

વેલિંગ્ટનમાં રમાયેલી ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની બીજી ટ્‌વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ ઉપર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ ઉપર ૨૧ રને જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૬ રન કર્યા હતા જેમાં ગુપ્ટિલે ૨૮ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા જ્યારે ટેલરે ૨૮ અને ગ્રાન્ડહોમે પણ ૨૮ રન કર્યા હતા. નિશામે ૨૨ બોલમાં ૪૨ રન કર્યા હતા. જીતવા માટેના ૧૭૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇઁગ્લેન્ડની ટીમ ૧૫૫ રન બનાવી શકી હતી. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૩૯ રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ તરીકે ગ્રાન્ડહોમની પસંદગી કરવામાં આવી હતી.

આજે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા ઉલ્લેખનીય બેટિંગ કરી હતી અને સ્કોરને ૨૦ ઓવરમાં ૧૮૦ સુધી પહોંચાડ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી મેન ઓફ દ મેચ બનેલા ગ્રાન્ડહોમે ધરખમ બેટિંગ કરી હતી. ગ્રાન્ડહોમે ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૫૫ રન બનાવ્યા હતા. બીજી બાજુ ઇંગ્લેન્ડ તરફથી માલને ૩૪ બોલમાં ૪૯ રન બનાવ્યા હતા પરંતુ તેની બેટિંગ કામ લાગી ન હતી અને ન્યુઝીલેન્ડે આ મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડે આની સાથે જ શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી હતી. પાંચ મેચોની શ્રેણીમાં ન્યુઝીલેન્ડ હવે ૨-૧ની લીડ ધરાવે છે. આજની મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.