Western Times News

Gujarati News

પહેલીવાર ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને પીએમ નરેન્દ્ર મોદી મળ્યા

સમરકંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટ દરમિયાન પ્રથમ વખત ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે રૂબરૂ મુલાકાત કરી જેમાં વ્યાપક દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓ ૨૨મી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે ઉઝબેસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદ પહોંચ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગ્ચીએ ટ્‌વીટ કરી કહ્યું, પ્રધાનમંત્રી મોદી અને ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી વચ્ચેની પ્રથમ મુલાકાત ફળદાયી રહી. તેઓએ ચાબહાર પોર્ટમાં થયેલા વિકાસમાં પ્રગતિ પર ચર્ચા કરી. અફઘાનિસ્તાન સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક વિકાસ પર પણ ચર્ચા કરી હતી.

તમને જણાવીએ કે, ભારત ઇરાનના ચાબહાર બંદરને અફઘાનિસ્તાન સહિત મુખ્ય પ્રાદેશિક પરિવહન કેન્દ્ર તરીકે તેમજ વેપાર સંબંધોને વેગ આપવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે.ઈરાન લાંબા સમયથી ખાડી ક્ષેત્રમાં ભારત માટે એક મુખ્ય દેશ છે.

બંને દેશો સંયુક્ત રીતે દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય એશિયા વચ્ચે તેમની કનેક્ટિવિટી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત ઈરાનના ચાબહાર બંદરને અફઘાનિસ્તાન સહિત મુખ્ય પ્રાદેશિક પરિવહન કેન્દ્ર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યું છે.

ઉર્જાથી સમૃદ્ધ ઈરાનના દક્ષિણ કિનારે આવેલા સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં ચાબહાર બંદર ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન દ્વારા કનેક્ટિવિટી અને વેપાર સંબંધોને વેગ આપવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.