Western Times News

Gujarati News

વાવાઝોડાની અસર ઓછી થાય તે માટે ઈસનપુર ખોડિયાર પાર્કમાં યોજાઈ રામધુન

ગુજરાતમાં આવનાર વાવાઝોડા સામે અમદાવાદના ઈસનપુરના ખોડિયાર પાર્ક સોસાયટીમાં યોજાઈ રામધુન  યોજાઈ હતી.  ગુજરાતના સંભવિત વાવાઝોડું શાંત બંને અને સાગરમાં જ સમાઈ જાય તે માટે મહિલાઓની ભજનમંડળીએ સોસાયટીના સૌ શ્રધ્ધાળુઓ સાથે વાવાઝોડા ની આપતિ સામે રક્ષણ મળે તે માટે ભગવાનને પ્રાર્થના  કરી હતી અને ગુજરાતના દરિયા કિનારાને આ વાવાઝોડાથી વધુ નુકશાન ન થાય તે માટે લોકોએ પ્રાર્થના કરી હતી.
હવનકુંડ નજીક રક્ષા કરો ફૂલોથી સજાવવામાં આવ્યુ હતું અને લોકોએ ગુજરાતને મહા વાવાઝોડાના સંકટમાંથી ઉગારો તેવી પ્રાથના કરી હતી.
જો કે બુધવારે સાંજે જ વાવાઝોડું શાંત પડી ગયુ છે તેવા સમાચાર મળ્યા છે પરંતુ વરસાદ અને પવનનું તોફાનની તીવ્રતા ઘટી શકે તેવું લાગી રહ્યુ છે. ગુરૂવારે સવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં લગભગ અડધો કલાક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.