Western Times News

Gujarati News

સાપ્તાહિક રાશિ ભવિષ્ય – તા. ર૪.૬.ર૦૧૯ થી તા.૩૦.૬.ર૦૧૯

મેષઃ સોમવાર જમીન મકાન વાહન બાબતો માટે ખૂબ જ સાવચેતી રાખી કામ કરવું. મંગળવાર માનસીક અસ્વસ્થતા વધે તેમજ કામોમાં ગરબડ થાય. બુધવાર સંતાનોના કામો તેમજ અભ્યાસ માટેના કામો સફળ થાય. ગુરૂવાર આકસ્મીક ધન લાભ અને આવકમાં વધારો થાય. શુક્રવાર સહકર્મચારીઓ તેમજ નોકર ચાકરથી લાભ સહયોગ મળશે. શનિવાર શત્રુઓ પર વિજય દરેક કામો પૂર્ણ થાય. રવિવાર દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા વધે.

વૃષભઃ સોમવાર યાત્રા પ્રવાસના યોગ ઉભા થવાના છે તેનો લાભ લેશો. મંગળવાર ભાઈ ભાંડુ તેમજ મિત્રો પડોશીઓથી લાભ. બુધવાર માતા સાથેનો તાલમેલ જળવાશે સારો દિવસ છે. ગુરૂવાર પરદેશ સાથેના કામકાજમાં સફળતા મળશે. શુક્રવાર ભાઈ ભાંડુના સંતાનોના કામકાજમાં સફળતા મળશે. શનિવાર સંતાનો તેમજ મોસાળ પક્ષ માટે ખર્ચનું પ્રમાણ વધશે. રવિવાર સમાજના કામોમાં સમય પસાર થશે.

મિથુનઃ સોમવાર આપના અટવાયેલા નાણાં પરત આવશે સારો દિવસ છે. મંગળવાર આવક વધવાથી ખર્ચ કરવાની ઈચ્છાઓ વધશે. બુધવાર કુટુંબની વ્યક્તિઓ સાથે મુસાફરી થશે. ગુરૂવાર સંદેશા વ્યવહારથી લાભ શુભ સમાચાર મળશે. શુક્રવાર માતા પિતાના કામકાજમાં સફળતા અને સન્માન મળશે. શનિવાર ઉચ્ચ શિક્ષણ તેમજ મુસાફરીના કામમાં સફળતા મળશે. રવિવાર ચિંતાઓ વધશે મધ્યમ દિવસ.

કર્કઃ સોમવાર આરોગ્ય અંગેની તકલીફો ઉભી થાય શરદી થાય મંગળવાર માનસીક સંયમ રાખવાથી નુકશાન અટકશે. બુધવાર આપના નાણાકીય વ્યવહારો સરળતાથી ચાલશે ગુરૂવાર ધંધા વ્યવસાય તેમજ અગત્યની મુલાકાતો સફળ થાય. શનિવાર ભાઈ ભાડુ તેમજ પાડોશીઓ સાથે સંબંધો સુધરશે. રવિવાર માતાના સ્વાસ્થય બાબતે ચિંતા રહેશે.

સિંહઃ સોમવાર કાલ્પનીક ચિંતાઓ તેમજ ભય વધશે. મંગળવાર વાતાવરણના કારણે આરોગ્યમાં નાની મોટી તકલીફ થાય. બુધવાર માનસીક ચંચળતાને કાબુમાં રાખવી હીતાવહ છે. ગુરૂવાર દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા અને મધુરતા વધે. શુક્રવાર આપને આજે ખર્ચનું પ્રમાણ વધે નહી તેનું ધ્યાન રાખશો. શનિવાર મહેમાનોનું આગમન થવાથી ખર્ચનું પ્રમાણ વધશે. રવિવાર ફેમીલી સાથે પીકનીક પર જવાના યોગ છે.

કન્યાઃ સોમવાર બગડેલા કામો સુધરશે મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. મંગળવાર ધંધા વ્યવસાયમાં આવકમાં વધારો થાય. બુધવાર મિત્રો તેમજ નાના ભાઈ બહેન માટે દોડધામ કરવી પડશે. ગુરૂવાર ખર્ચ કરવાની ઈચ્છાઓ પર કાબુ રાખશો શુક્રવાર વિચારોમાં હકારાત્મકતા વધવાથી સફળતા મળશે. શનિવાર વાણી અને વર્તન પર સંયમ રાખવાથી લાભ થાય. રવિવાર આર્થીક લાભ વધશે.

તુલાઃ સોમવાર ધંધા વ્યવસાયની અગત્યની મુલાકાતોમાં સફળતા મળશે. મંગળવાર ધંધાના વિકાસ માટેના આયોજનમાં ધ્યાન કેન્દ્રીત કરવાથી લાભ. બુધવાર મિત્રો તેમજ ભાઈ બહેનની મદદ અને સલાહથી લાભ થાય. ગુરૂવાર અટવાયેલ કામો પૂર્ણ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. શુક્રવાર પરદેશ સાથેના કામકાજ તેમજ વિઝા અંગેના કામો થાય. શનિવાર નોકરીયાત વ્યક્તિઓ માટે લાભદાયક દિવસ છે રવિવાર માનસીક ચંચળતા વધશે.

વૃશ્ચિકઃ સોમવાર પરદેશના કામોમાં સફળતા તેમજ આવકમાં વધારો થાય. મંગળવાર ધાર્મીક તેમજ માંગલીક કામોમાં સામેલ થવાશે. બુધવાર માતા પિતાના કામકાજમાં સફળતા મળશે. ગુરૂવાર આજનો દિવસ ઉત્તમ બની રહેશે. શુક્રવાર મિત્રો તેમજ સગા સંબંધીઓથી ફાયદો થાય. શનિવાર આવકમાં વધાર તેમજ નાણાંનો લાભ થાય. રવિવાર કાર્યપધ્ધતિમાં ફેરફાર આવશે.

ધનઃ સોમવાર વાહન શાંતિથી ચલાવશો વાણી પર સંયમ રાખશો. મંગળવાર વાતાવરણના કારણે આરોગ્યમાં મુશ્કેલીઓ ઉભી થાય. બુધવાર ધર્મમાં શ્રધ્ધા વધશે તેમજ દાન પુણ્ય પાછળ ખર્ચ વધશે. ગુરૂવાર યાત્રા પ્રવાસનું આયોજન થાય તેમાં સફળતા મળશે. શુક્રવાર માતાના આરોગ્યમાં તકલીફ થાય. શનિવાર દાદા-પિતાના કામોમાં સફળતા અને સન્માન મળશે. રવિવાર દરેક બાબતે શુભ દિવસ છે.

મકરઃ સોમવાર ભાગીદારી તેમજ સગાઈ- લગ્નના કામોમાં સફળતા મળશે. મંગળવાર જાહેર જીવન તેમજ લોકસંપર્કના કામોમાં લાભ થાય. બુધવાર વાગવું પડવુ તેમજ અકસ્માતના યોગ પ્રબળ થાય છે. ગુરૂવાર ધંધા વ્યવસાયમાં સાવચત રહેવુ જરૂરી છે. શુક્રવાર અચાનક યાત્રા મુસાફરીમાં જવાનુ થાય. શનિવાર દરેક જગ્યાએથી શુભ સમાચાર મળશે. રવિવાર જીવનસાથીની સલાહથી લાભ થશે.

કુંભઃ સોમવાર નોકરીયાત વ્યક્તિઓને સહકર્મચારીઓથી નુકશાન થાય. મંગળવાર મોસાળ પક્ષ તેમજ શત્રુઓથી લાભ થાય. બુધવાર જીવનસાથીના આરોગ્યમાં તકલીફ ઉભી થાય. ગુરૂવાર લોક સંપર્કના કામોમાં સફળતા અને નાણાં મળશે. શુક્રવાર સગા સંબંધીઓના કારણે કામોમાં અવરોધ આવે. શનિવાર ધંધા વ્યવસાયમાં ખર્ચનું પ્રમાણ વધશે. રવિવાર દિવસ આરામ અને આનંદમાં પસાર થશે.

મીનઃ સોમવાર સંતાનો અંગેના કામકાજમાં ઈચ્છીત લાભ થાય. મંગળવાર આકસ્મીક તેમજ સટ્ટાકીય ધન લાભ થાય. બુધવાર ધાર્મીક કામો તેમજ દાન પાછળ નાણાંનો વ્યય થાય. ગુરૂવાર કોર્ટ કચેરી તેમજ સરકારી ખાતાથી લાભ થાય. શુક્રવાર જીવનસાથી તેમજ વિજાતીય વ્યક્તિઓથી લાભ થાય. શનિવાર સંતાન તેમજ ઉપરી અધિકારીની સલાહથી ફાયદો થાય. રવિવાર વાણી અને વર્તનમાં સંયમ રાખવો હીતાવહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.