Western Times News

Gujarati News

પ્રિન્સીપાલ ચીફ કમીશ્નરે અધિકારીઓને કલેકશન માટે ટાસ્ક આપ્યા

અમદાવાદ : છેલ્લા બે વર્ષથી મંદીના માહોલને કારણે ગુજરાત આયકર વિભાગની ટીમ ટાર્ગેટ મુજબનું ટેક્ષ કલેકશન કરી શકતી નથી. ચાલુ વર્ષે પણ આવી જ સ્થિતી હોવથી પ્રિન્સીપાલ ચીફ કમીશ્નરને તમામ કમીશ્નરેટના અધિકારીઓ સાથે મીટીગ કરીને ટાર્ગેટ મુજબ ટેક્ષ કલેકશન થાય તે માટે ટાસ્ક આપ્યા હતા.

કરદાતાઓ સાથે મીટીગ કરવા ઉપરાંત કર્મચારીઓના કાપેલા ટીડીએસ ડિપાર્ટમેન્ટમાં જમા ન કરાવતી કંપનીઓ પેઢીઓ સામે પણ પગલાં ભરવાની ચર્ચા કરાઈ હતી. ગત વર્ષે ગુજરાત ઈનકમટેક્ષને રૂ.પપ હજાર કરોડનો ટાર્ગેટસોપાયો હતો.

જે ઘટાડીને ૪૭ હજાર કરોડ કરાયો તે છતાં ડીપાર્ટમેન્ટ ટાર્ગેટ પુરો કરી શકયો ન હતો. ચાલુ વર્ષે ગુજરાત ઈન્કમ ટેક્ષને ૬૩ હજાર કરોડનો ટાર્ગેટસોપાયો છે. આ પૈકી હજુ ૩પ હજાર કરોડથી વધુનું કલેકશન થયું છે. હવે પાંચ મહીનામાં બાકીનું કલેકશન કરવા ડીપાર્ટમેન્ટ ખાસ એકશન પ્લાન ઘડયો છે.

વધુમાં વધુ ટેક્ષ કલેકશન કેવી રીતે થાય તે મુદે આયકર ભવનમાં પ્રિન્સીપાલ ચીફ કમીશ્નર અજયદાસ મેહરોત્રાએ ખાસ મીટીગ બોલાવી હતી. જેમાં તમામ કમીશનરેટના સીનીયર અધિકારીઓના સજેશનલેવામાં આવ્યા હતા. તેમને પણ વધુમાં વધુ ટેક્ષ કલેકશન કેવી રીતે થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘણી કંપનીઓ કેપેઢીઓ દ્વારાકર્મચારીઓના ટીડીએસ કાપી લેવામાં આવે છે.

પણ સરકારી તિજારીમાં જમા કરાવતા નથી. આવી પેઢીઓને તાકીદે ટીડીએસ જમા કરાવવા આદેશ આપવાનું નકકીથયું હતું. તમામ અધિકારીઓને ડિસેમ્બરના અંત સુધીમાં તમામ આકારણીઅને અપીલના કેસોનો નિકાલ કરી માર્ચ સુધીમાં ટેક્ષની આવક સરકારી તિજારીમાં જમા થઈ જાય તેવા પ્રયાસ કરવા આદેશ અપાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.