Western Times News

Gujarati News

વોડાફોન આઇડીયાએ બરોડામાં ટર્બોનેટ 4G લોન્ચ કર્યું

ટર્બોનેટ 4G ઇન્ટિગ્રેટેડ નેટવર્કની મજબૂતાઇ પર ઊભુ કરવામાં આવ્યું છે – જે 4G કવરેજમાં વધારો કરે છે, વધુ ક્ષમતા, ટર્બો સ્પીડ અને ઝડપી પ્રતિભાવ સમય આપે છે

 બરોડા, ભારતની અગ્રણી સંદેશાવ્યવહાર સેવા પૂરી પાડતી વોડાફોન આઇડીયા લિમીટેડે આજે બરોડામાં ટર્બોનેટ 4G લોન્ચ કરવાની જાહેરાત કરી છે જ્યાં તેણે નેટવર્કને સફળતાપૂર્વક એકીકૃત કર્યું છે. આ પ્રસંગે બોલતા વોડાફોન આઇડીયા લિમીટેડના ગુજરાતના બિઝનેસ વડા અભિજિત કિશોરે જણાવ્યું હતું કે “ટર્બોનેટ 4G સાથે, વોડાફોન આઇડીયાના 22 જિલ્લાઓ અને 3 યુટીમાં 1.6 કરોડથી વધુ રહેલા ગ્રાહકો તેમના સ્માર્ટફોન પર કન્ટેન્ટનો વપરાશ કરતી વખતે વધુ ઝડપી ડાઉનલોડ અને અપલોડ સ્પીડ, વધુ સારી કવરેજ અને વિસ્તરિત યૂઝર અનુભવ પ્રાપ્ત કરશે. સમાન નેટવર્ક અને સમૃદ્ધ ડિજીટલ કન્ટેન્ટ સાથે અમે ગુજરાતમાં અમારી માર્કેટ સ્થિતિને વધુ મજબૂત બનાવી શકીશું તેવો આત્મવિશ્વાસ છે”.

નેટવર્કમાં વધારો કરવા અને દેશના મોટા ભાગના સ્થળોએ કવરેજ કરવા માટે રેડીયો નેટવર્ક ઇન્ટિગ્રેશનમાં મજબૂતાઇ અને નવા યુગની ટેકનોલોજીઓ જેમ કે સ્પેક્ટ્રમ રિ-ફ્રેમીંગ, M-MIMO, L900, TDD અને સ્મોલ સેલ્સનું સફળતાપૂર્વક લાગુ પાડ્યા બાદ ટર્બોનેટ લોન્ચ કરવામાં આવ્યું છે.

મુખ્ય સિટીઝ જેમકે અમદાવાદ, ગાંધીનગર, ગાંધીધામ, રાજકોટ, સુરત અને બરોડામાં વોડાફોન આઈડિયાના ગ્રાહકો માટે ટર્બોનેટ 4G ઉપલબ્ધ રહેશે અમે અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ્સ, નવસારી, મહિસાગર, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં જિલ્લાઓમાં ટર્બોનેટ 4G ઓફર કરીએ છીએ. સ્ટેચ્યુ  ઓફ યુનિટી કોમ્પ્લેક્ષમાં પણ  ટર્બોનેટ 4G ઉપલબ્ધ છે.

વોડાફોન ઇન્ડિયાનું 33 જિલ્લાઓમાંથી 22 અને 3 યુટીમાં હવે ઉપરોક્ત ઇન્ટીગ્રેશન બાદ વધુ મોટુ, મજબૂત અને ઝડપી બની ગયું છે.

વોડાફોન આઇડીયા લિમીટડના ચિફ ઓપરેટિંગ ઓફિસર વિશાંત વોરાના અનુસાર, “અનેક માર્કેટમાં બે મજબૂત નેટવર્કના ઇન્ટીગ્રેશન (સંકલન)થી વોડાફોન આઇડીયા વધુ શક્તિશાળી, સુપર ચાર્જ્ડ અને વધુ મોટુ સ્પેક્ટ્રમ ધરાવતુ નેટવર્ક બની રહ્યું છે તેમજ ભવિષ્યની ફીટ ટેકનોલોજીઓનું ડિપ્લોયમેન્ટ કરી રહી છે.

ટર્બોનેટ પુનઃશોધ કરાયેલ 4G નેટવર્કને સચોટપણે ડિફાઇન કરે છે જે વધુ વિશાળ કવરેજ, વિસ્તરિત ક્ષમતા, ટર્બો સ્પીડ્ઝ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પૂરો પાડે છે. અમારુ એકસમાન નેટવર્ક બન્ને ગ્રાહકોને એક બ્રાન્ડ રજૂઆત – ટર્બોનેટ 4G હેઠળ ભારતમાં દરેક ઇન્ટીગ્રેટેડ માર્કેટમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેથી ચાહે તમે વોડાફોન કે આઇડીયાના ગ્રાહક હોય, તમારુ નેટવર્ક હવે વધુ મોટુ, મજબૂત અને વધુ સારુ બની ગયું છે.”

વોડાફોન આઇડીયાનું ટર્બોનેટ 4Gને હવે પછીના થોડા મહિનામાં દેશભરમાં તબક્કાવાર ચાલુ કરવામાં આવશે. નેટવર્ક ઇન્ટીગ્રેશન ઝડપથી કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતન 79 ટકા જિલ્લાઓને જોડી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.