Western Times News

Gujarati News

વલસાડ જિલ્લાને‘ ઇ-મેઘ’ પ્રોજેકટને ‘ધ ગવર્નન્‍સ નાવ ડીજીટલ ટ્રાન્‍સફર્મેશન એવોર્ડ-૨૦૧૯’ એનાયત કરાયો

કલેકટર સી.આર.ખરસાણની રાહબરી હેઠળ વલસાડ જિલ્લાને વધુ એક એવોર્ડ

વલસાડ જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણને ‘ધ યુઝ ઓફ આઇટી ઇન ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ’ કેટેગરી હેઠળ દિલ્‍હી ખાતે ‘‘ધ ગવર્નન્‍સ નાવ ડીજીટલ ટ્રાન્‍સફર્મેશન એવોર્ડ-૨૦૧૯’ એવોર્ડ રાજ્‍યસભાના સાંસદ સુરેશ પ્રભુના હસ્‍તે એનાયત કરાયો હતો. આ સમારોહમાં અધિકારી ગ્રૂપના એમ.ડી. કૈલાશનાથ, ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ પબ્‍લિક એડમીનીસ્‍ટ્રેશનના નિયામક એસ.એન.ત્રિપાઠી, ગવર્નિંગ કાઉન્‍સીલ સી.આર.આઇ.એસ. તથા રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે શીપિંગ મંત્રાલયની આઇ.ટી. ટાસ્‍કફોર્સ સમિતિના સભ્‍ય વિનિત ગોએન્‍કા ઉપસ્‍થિત રહ્યા હતા.

દેશભરમાંથી ૩૦૦ જેટલી અરજીઓ નોમીનેશન કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાને ધ યુઝ ઓફ આઇટી ઇન ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કેટેગર હેઠળ ઇ-મેઘ(અર્લી વોર્નિંગ સીસ્‍ટમ) પ્રોજેકટને ‘‘ધ ગવર્નન્‍સ નાવ ડીજીટલ ટ્રાન્‍સફર્મેશન એવોર્ડ-૨૦૧૯” મળતાં જિલ્લા કલેકટર સી.આર.ખરસાણની રાહબરી હેઠળ વલસાડ જિલ્લાને વધુ એક એવોર્ડ મળ્‍યો છે, જે વલસાડ જિલ્લાનું ગૌરવ  છે.

ઇ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્‍ટમ)થકી નદીનું લેવલ કેટલું છે, તેની અસર વલસાડ શહેર  અને નીચાણવાળા વિસ્‍તારમાં કેટલી અસર થશે, તે કમ્‍પ્‍યુટર ઉપર દર્શાવે છે.  આ સિસ્‍ટમ રિઅલ ટાઇમ ડેટા  અને ઓટોમેટીક  કોલ્‍સ અને એસએમએસ  જનરેટ કરે  છે.

વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ જણાવે  છે કે, ખાસ કરીને નદી પર ડેમ નથી, પર્વતીય વિસ્‍તારો છે. એવી નદી પર તથા નીચાણવાળા વિસ્‍તારોમાં લોકોને સાવચેત રહેવા ઇ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્‍ટમ) ઉપયોગી નીવડી શકે  છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં આવતા પુર સંદર્ભે અગાઉના વર્ષના ડેટા એકત્ર કરવામાં આવ્‍યા છે. તાન અને માન નદી જ્‍યાં ભેગી થાય છે, ત્‍યાં ભૈરવી ખાતે ઔરંગા નદી પર અલ્‍ટ્રા સાઉન્‍ડ કેમેરા સીસ્‍ટમ ગોઠવવામાં આવી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં વધારે પાણી આવવાના સમયે અર્લી વોર્નિંગ સીસ્‍ટમનો ઉપયોગ કરી વલસાડ શહેર તથા નીચાણવાળા વિસ્‍તારોમાં પૂર જેવી પરિસ્‍થિતિમાં અગમચેતી આપી સાવચેત કરાયા હતા. જેના થકી માનવ મૃત્‍યુ અને જાનમાલના નુકશાનને બચાવી શકાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.