Western Times News

Gujarati News

બગદાદીની પત્નીએ જેહાદી સમૂહ આઇએસની બાબતે અનેક રહસ્યો ખોલ્યા

ઇસ્તાંબુલ, ઇસ્લામિક સ્ટેટના માર્યા ગયેલા નેતા અબુ બકર અલ બગદાદીની પત્નીએ ગત વર્ષ પકડાયા બાદ જેહાદી સમૂહના આંતરિક કામકાજની બાબતમાં અનેક ખુલાસા કર્યા છે. તુર્કીના એક અધિકારીએ જણાવ્યું હતું કે બગદાદીની પત્નીએ પોતાની ઓળખ રાનિયા મહમુદ તરીકે કરી હતી જયારે તેનું વાસ્તવિક નામ અસમા ફાવજી મોહમ્મદ અલ કુબ્યાસી છે. મહિલાની બે જુન ૨૦૧૮ના રોજ સીરિયાની સીમાની પાસે હતાય પ્રાંતમાં ધરપકડ કરવામાં આવી હતી મહિલાની ૧૦ અન્ય લોકોની સાથે ધરપકડ કરવામાં આવી હતી જેમાં લીલા જબીર નામની બગદાદીની પુત્રી પણ સામેલ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાકી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ બગદાદીના ડીએનએ નમુનાથી તેમના પારિવારિક સભ્ય હોવાની પુષ્ટી કરવામાં આવી છે.તેમણે કહ્યું કે બગદાદીની પત્નીની ઓળથ થયા બાદ તેની પાસે અમે બગદાદી અને આઇએસઆઇએસના આંતરિક કામકાજની બાબતમાં ખુબ સારી માહિતી આપી.

રાષ્ટ્રપતિ રેસેપ તઇપ એર્દોગને પહેલીવાર ખુલાસો કર્યો હતો કે તેને હિરાસતમાં લેવામાં આવી છે.અમે તે વસ્તુઓની પુષ્ટી કરવામાં સફળ થયા જે અમને પહેલાથી ખબર હતી અમે નવી માહિતી પણ પ્રાપ્ત કરી જેથી અન્ય જગ્યાઓએથી અનેક ધરપકડો થઇ તેમણે તુર્કી દ્વારા બગદાદીની બેન અને બનેવીને પણ પકડવાની પુષ્ટી કરી હતી. એ યાદ રહે કે આઇએસ નેતા અલ બગદાદીને તુર્કીથી લાગેલ સીમાના ઉત્તર પશ્ચિમી સિરિયાના ઇદલિબ પ્રાંતમાં કુર્દ લડાકોની મદદથી કરવામાં આવેલ અમેરિકી વિશેષ દળોની કાર્યવાહીમાં ઠાર મારવામાં આવ્યા હતાં.

અમેરિકાના જણાવ્યા અનુસાર બગદાદી પોતાના સ્થળોની સુરંગમાં ભાગી ગયો જે તેને મોતના મોંમાં લઇ ગઇ સુરંગની અંદર વિસ્ફોટમાં બગદાદી અને તેના બે બાળકોના મોત થયા આ કાર્યવાહીકુર્દ આતંકવાદીઓની વિરૂધ્ધ તુર્કી લશ્કરી હુમલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી જે આઇએસની વિરૂધ્ધ લડાઇમાં પશ્ચિમ દેશોના નજીકના સાથી રહ્યાં છે પરંતુ અંકારા તેને આતંકવાદીઓના રૂપમાં જાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.