Western Times News

Gujarati News

શહેર સહિત રાજયભરમાં પોલીસનો સઘન બંદોબસ્ત

પ્રતિકાત્મક

શંકાસ્પદ શખ્સો પર પોલીસની બાજ નજર : કોમી તંગદિલી ફેલાવતા પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ  તમામ પોલીસ અધિકારીઓની રજા રદ : સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ

(પ્રતિનિધિ) અમદાવાદ : દેશના દરેક નાગરિકોની આસ્થા સાથે જાડાયેલા અને વર્ષોથી ચાલતા કાનૂની જંગ બાદ સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા વિવાદનો ચુકાદો જાહેર થવાનો છે તેવી જાહેરાત થતાં જ રાજયના ગૃહવિભાગ દ્વારા ગઈકાલ રાત્રે તાકિદની ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ ચર્ચા કરી સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ  જળવાઈ રહે તથા કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાનો નિર્ણય કરાયો હતો અને તે અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત સહિત તમામ મોટા શહેરો તથા નગરોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત મોડીરાતથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી ફરજ પર હાજર કરી દેવામાં આવ્યા હતાં.

અયોધ્યા ચુકાદાના પગલે ગુજરાતભરની પોલીસને સ્ટેન્ડ ટુ નો આદેશ આપી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તથા સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અયોધ્યા ચુકાદાના પગલે અમદાવાદ સહિત રાજયના તમામ શહેરોમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે શંકાસ્પદ વ્યક્તિઅો પર નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પરિÂસ્થતિ પર નજર રાખી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર વિધિથી વાકેફ કરાવી રહયા છે. રાજયનાછ ગૃહ વિભાગ દ્વારા પણ ચાંપતા પગલા ભરવામાં આવતા જ ગાંધીનગર શહેરમાં પણ પોલીસનું પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતથી જ પોલીસે પેટ્રોલીંગ શરૂ કરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે વધારાનો પોલીસ સ્ટાફ પણ બોલાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસઆરપી તથા અન્ય સશ† દળોને પણ એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં સશ† જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કોઈ કરે નહીં તે માટે સાયબર સેલ એલર્ટ થયેલું છે. તમામ સોશિયલ મીડિયા પર સાયબર સેલની બાજ નજર રહેલી છે અને જા કોઈ પણ ભડકાઉ પોસ્ટ રીલીઝ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. બીજીબાજુ અયોધ્યા ચુકાદા પૂર્વે અમદાવાદ શહેરમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં અજંપાભર્યો માહોલ જાવા મળ્યો હતો જાકે સવારથી જ જનજીવન રાબેતા મુજબ જાવા મળી રહયું છે. અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે અને શહેરમાં પ્રવેશતા માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા છે.

શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ દ્વારા સતત સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં રહી ઉચ્ચ અધિકારીઓ જરૂરી સુચનાઓ આપી રહયા છે. અમદાવાદ શહેરમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે વિવિધ સંપ્રદાયના અગ્રણીઓએ પણ ચુકાદાને સ્વિકારી  શાંતિ જાળવવા અપીલ કરી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થાનોમાં પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાત સરકાર પાસે તમામ માહિતી મંગાવી હતી અને રાજયના ગૃહવિભાગ દ્વારા ગુજરાતમાં ગોઠવવામાં આવેલા પોલીસ બંદોબસ્તની સંપૂર્ણ વિગતો કેન્દ્રને પુરી પાડી છે. આમ અયોધ્યા ુચુકાદાના પગલે સમગ્ર રાજયમાં અગમચેતીના તમામ પગલાં ગઈકાલ રાત્રથી જ ભરવામાં આવી રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.