Western Times News

Gujarati News

કપડાનાં વેપારીનું અપહરણ કરી સ્વરૂપવાન યુવતી તથા છ શખ્શોએ અઢી લાખની ખંડણી ઉઘરાવી

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તરામાં આશરે અકે વર્ષ અગાઉ પોતાની મોહજાળમા ફસાવીને સ્વરૂપવાન યુવતીએ કેટલાક વેપારીઓને ફસાવ્યા બાદ અવાવરુ જગ્યાએ લઈ જઈને અશ્લીલ હરકતો કર્યો પછી તુરત પૂર્વ કાવતરા મુજબ પોતાની સાગરીતોને બોલાવી વેપારીઓને બ ્‌લેક મેઈલ કરીને રૂપિયા પડાવવાનો કારસો કરતી ગેંગની કરતુત બહાર આવી હતી જેમા યુવતી સહીત તેનાં કેટલાંક સાગરીતોની પણ બાદમાં અટક કરવામાં આવી હતી

આ કિસ્સો ભુતકાળ બની ગયા હવે નવરગપુરા વિસ્તારમાં આવી જઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે પૂર્વ વિસ્તારના જ એક વેપારીને ધંધાના બહાને સંપર્ક કરીને તેને જબરદસ્તીથી મહેસાણણા ખાતે લઈ જઈને શારીરીક લાલચ આપવાનો યુવતીએ પ્રયત્ન કર્યો હતો જા કે વેપારી તેને વશ ન થતા અમદાવાદ પરત આવતા રસ્તાના જ યુવતીના અન્ય સાગરીતો તેના ભાઈ તથા પોલીસના સ્વાગમાં આવી પહોચ્યા હતા

જ્યા વેપારી ઉપર આક્ષેપો મુકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને દસ લાખની રકમ ચુકવી દિધા બાદ આ ગેંગે તેમને છોડી મુક્યા હતા ગભરાઈ ગયેલા વેપારીને તેમના મિત્રોએ હિંમત આપતા તે ફરીયાદ નોધાવવા પોલીસ સ્ટેશનને પહોચ્યા છે.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ઈમમ ઉલ્લાહ કિફાયત ઉલ્લાહ ગોમતીપુર રાજપુર ટોલનાકા નજીક પોતાના પરીવાર સાથે રહે છે કપડાનો ધંધો કરતા ઈનમઉલલ્હને કેટલાંક સમય અગાઉ એક અજાણી યુવતીનો ફોન આવ્યો હતો જેણે ઈનમ સાથે વિડીયો કોલ પર વાત કરી હતી.

પોતાનો નંબર ક્યાથી આવ્યો તેમ પુછતા યુવતીએ જુનો ફોન ખરીદ્યો તેમા હતો તેમમ જણાવી ઈનમ સાથે વાતચીત કરી હીત બાદમા એસજી હાઈવે પર આવેલા ડાભી કોફી બારમાં ઈનમને તેમના કપડાને સેમ્પલ બતાવવા બોલાવ્યા હતા એ મુલાકાત બાદ અનુ શાહ તરીકે પોતાની ઓળખાણણ આપી આ સ્વરૂપવાન યુવતીએ ઈનમને પોતાના ફોટા મોકલી સંબંધો બાધવાની ઓફર કરી હતી

જા કે ઈનમે તેનો ઈનકાર કરતા અનુએ તેમને પોતે સિલેક્ટ કરેલી કુર્તીઓ લઈને સીટી ગોલ્ડ સિનેમા નજીક આશ્રમ રોડ ખાતે બોલાવ્યા હતા જ્યા પહોચતા જ અનુ તેમની કારમાં બેસી ગઈ હતી અને ઈનમ સાથે ફરવા જવાની જીદ કરરી હીત ખુબ દબાણમ કરતા બંને ગાંધીનગર જવા રવાના થયા હતા ત્યાર બાદ અનુએ તેમને મહેસાણા શંકુઝ વોટરપાર્કમાં જવા જીદ પકડી હતી

બાદમાં રીસોર્ટમાં જવાનુ કહેતા ઈનમે ના પાડતા અનુએ પોતે કુર્તીઓ જાઈ પણ લેશે તેમ વાત કરી હતી ઈન તથા અનુ બંને રૂમમાં જતા અનુએ પોતે નગ્ન થઈને અશ્લીલ હરકતો કરવા લાગી હતી અને ઈનમ સાથે જબરદસ્તી કરી હી જા કે કઈક અજુગત લાગતાં ઈનમ તેને વશ ન થતાં બંને અમદાવાદ પરત આવવા રવાના થયા હતા.

રીસોર્ટથી થોડે દુર જતાં જ અનુએ પોતાને વોમીટ થઈ રહી છે તેમ કહી અવાવરુ જગ્યા એ ગાડી ઉભી રખાવી હતી જ્યા ગણતરીની સેકડોમા જ નબર પ્લેટ વગરની કારમા ચાર શખ્શો આવી પહોચ્યા હતા જેમાંથી અકે શખ્શે અનુના ભાઈ તરીકેની ઓળખાણણ આપી ઈનમને લાફા ઝીકી દીધા હતા અને તેની કારની ચાવી લઈને ઈનમનુ પોતાની કારમા અપહરણ કરીને લઈ ગયા હતા ઈનમે તેનો વિરોધ કરતા ચારેય શખ્શોએ અવાજ કર્યો તો મારીને લાશ ફેકી દેવાની ધમકીઓ આપી હતી અને ઈનમને ઢોર માર મારતા તે ઈજા ગ્રસ્ત થયા હતા.

બાદમાં ભાઈ તરીકે ઓલમ આપી રહેલા શખ્શને ફોન કરી વધુ બે ઈસમને બોલાવ્યા હતા જે બંને પોતે ઝાલા તથા દરબાર હોવાનુ જાણાવી પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી હતી આ બંને શખ્શોએ રેપનો કેસ કરવાની ધમકીઓ આપી પતાવટ માટે દસ લાખની માંગ કરી હતી

જા કે ઈનમે પોતે અસમર્થતા દર્શાવતા બે નકલી પોલીસ સહીત છ શખ્શોએ તેને માર મારવા લાગ્યા હાત અને મારી નાખવાની ધમકીઓ આપી રૂપિયા પાંચ લાખની માગ કરી હતી ઉપરાંત તેમના ખિસ્સામાંથી પણ પંદર હાર કાઢી લીધા હતા ધમકીઓ ગભરાઈ ગયેલા ઈનમે છેવટે પોતાના નાનાભાઈને ફોન કરી જમીનનો સોદો કરવો છે

તેવી વાત કરી અઢી લાખ રોકડ લઈ અડાલજ ત્રીમૂર્તિ મંદિર પાસે ખેતલા આપા ટી સ્ટોલ નજીક બોલાવ્યો હતો જ્યા અઢી લાખ રૂપિયા મળી જતા અનુ સહીત સાત શખ્શોની ગેગ કોઈને જાણ કરી તો મારી નાખવાની ધમકી આપી રફૂચક્કર થઈ ગયા હતા.

ઘટનાની સખત ડરી ગયેલા ઈનમ આ વાત કોઈને કહી શકતા નહતા થોડા દિવસ બાદ પોતાના મિત્રોને ઘટનાની જાણ કરતાં તેમણે ઈનમને પોલીસ ફરીયાદ કરવા હિમત આપી હતી જેથી ઈનમ ઉલ્લાહે છેવટે શુક્રવારે નવરંગપુરા પોલીસમાં ફરીયાદ નોધાવી હતી અપહરણ અને ખંડણીની ફરીયાદ નોધાતા પોલીસ ચોકી ઉઠી હતી અને તાત્કાલીક તમામ સ્થલોની તપાસ શરૂ કરી છે ઉપરાત અનુશાહ જેલો મીઠાખળી ગામમાં રહેતી હોવાનુ જણાવ્યુ હતુ

તેની તથા તેના સા૩ગરીતોની ભાળ મેળવવા બાતમીદારોને સક્રીય કર્યા છે. ઉપરાંત અનુના મોબાઈલમાં નંબરને ટ્રેસ કરવાની શરૂઆત કરી છે છ કલાક સુધી વેપારીનુ અપહરણ કરી ઢોર માર મારી રૂપિયા અઢી લાખની ખંડણી પાડવવાના આ કેસમા ઉચચ અધિકારીઓ પણણ પોતાની નજર રાખી વેપારીને ફસાવતી આ ગેંગને ઝડપી લેવા કાર્યવાહી હાત ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.