Western Times News

Gujarati News

અમદાવાદમાં મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર ધરાવતી ૨૨ કન્સ્ટ્રકશન સાઇટ સીલ કરાઈ

પ્રતિકાત્મક

અમદાવાદ :  ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી ઘેરાયેલા અમદાવાદમાં મચ્છરોના ત્રાસે એટલી માઝા મૂકી છે કે અનેક લોકોએ તેમના જાન ગુમાવ્યા છે.એક અંદાજે અમદાવાદમાં ૨.૫ લાખ જેટલી મચ્છરોની બ્રીડિંગ સાઇટ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૬ નવેમ્બરની વચ્ચે શહેરમાં ૭૫૧૧ લોકો મચ્છરજન્ય રોગોથી બીમાર પડ્‌યા છે.

કોર્પોરેશન દ્વારા મચ્છરોની બ્રીડિંગ સાઇટ ધરાવતા ૨૨ જેટલા બાંધકામ સ્થળો સીલ કરવામાં આવ્યા હતા. કોપોરેશન દ્વારા સીલ કરવામાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ્‌સમાં કોમર્શિયલ બિલ્ડિંગ, ગરીબ આવાસ યોજના, રહેણાંક મકાનો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓની સાઇટ્‌સનો સમાવેશ થાય છે.

તંત્ર દ્વારા શેહરમાં ઠેરઠેર નિરીક્ષણ ડ્રાઈવ યોજીને મચ્છરોના સંવર્ધન અને લારવા અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જ્યાં આવા પુરાવા મળ્યા તે તમામ સાઈટને છસ્ઝ્રના આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી.
આ સાઈટ્‌સમાં શહેરના જુદા જુદા વિસ્તારો નવરંગપુરા, સરખેજ, જોધપુર, મણિનગર, ઇસનપુર, નિકોલ, બાપુનગર, ખાડિયા, ગોટા, વસ્ત્રાલ,ખાડિયા અને લાંભામાં આવેલ છે.ઉપરાંત જે ૩૪ જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં મચ્છરોના લારવા મળી આવ્યા હતા તેને નોટિસ ફટકારવામાં આવી હતી અને રુ. ૩.૬૮ લાખ વહીવટી ખર્ચ પેટે વસૂલવામાં આવ્યાં હતાં.

આ કન્સ્ટ્રક્શન સાઇટમાં મોલ, રહેણાંક ઈમારતો, વ્યવસાયિક ઇમારતો, કમ્યુનિટિ હોલ, સિવેજ પ્લાન્ટ, બિઝનેસ પાર્ક અને આર્થિક રીતે નબળા વર્ગ માટેની આવાસો યોજનાઓ માટેના બાંધકામના સ્થળો શામેલ છે.મચ્છરોના લારવા મોટા ભાગે એવા સ્થળોએ વ્યાપક પ્રમાણમાં મળ્યા છે જ્યાં ભંગારની સામગ્રી રાખવામાં આવી હતી, ખુલ્લી ટાંકી, બેઝમેન્ટ અને લિફ્‌ટ માટે ખોદવામાં આવેલા ખાડા તેમજ બાંધકામના સ્થળે ખુલ્લા પાણીના કન્ટેરનરમાં મળી આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.