Western Times News

Gujarati News

ઓઢવમાં લોખંડના સળીયા ભરેલી ટ્રકની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી તથા લુંટની ઘટનાઓ વધી ગઈ છે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસતંત્ર એલર્ટ છે શહેરના ઔદ્યોગિક પ્રવૃતિથી ધમધમતા વિસ્તારો તથા શહેરના છેવાડાના વિસ્તારોમાં ટ્રકોમાંથી ચોરી થવાની ઘટના પણ ચિંતાજનક રીતે વધી રહી છે આ દરમિયાનમાં શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન હેઠળના સિંગરવા ગામમાં ઘરની પાસે પાર્ક કરેલી લોખંડના સળીયા ભરેલી આયશર ટ્રકની તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે અને સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ પણ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓના પગલે પોલીસતંત્ર એલર્ટ પર છે અને શહેરમાં નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે તેમ છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ ઘટી રહી છે શહેરના ઓઢવ વિસ્તારમાં સીંગરવા ગામમાં પશુપતિનાથ મંદિરની બાજુમાં સોમનાથ સ્ટીલની બાજુમાં મોતીભાઈ રબારીની ભાડાની રૂમમાં લાલારામ ગુર્જર નામનો યુવક રહે છે

તેણે બે દિવસ પહેલા લોખંડની એંગલો ભરી આઈશર ગાડી રાત્રિ દરમિયાન પોતાના ઘરે પાર્ક કરી હતી અને સવારે તેની ડીલીવરી કરવાની હતી રાત્રિ દરમિયાન તસ્કોર ત્રાટક્યા હતા અને આયશર ગાડી તથા તેમાં ભરેલા લોખંડના સળીયા મળી કુલ રૂ.૬.૧પ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. લાલારામે વહેલી સવારે ઉઠી ઘરની બહાર જાતા પોતાની આઈશર ટ્રક જાવા મળી ન હતી.

જેના પરિણામે તેઓ ચોંકી ઉઠયા હતા અને પાડોશીઓને જગાડયા હતા ઘર પાસેથી રૂ.ર.૬પ લાખની લોખંડની એંગલો તથા ૩.પ૦ લાખની કિંમતની આયશર ટ્રક ચોરી થઈ જતા તાત્કાલિક તેમણે ઓઢવ પોલીસ સ્ટેશને પહોંચી જઈ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ઘરની બહારથી જ લોખંડના સળીયા ભરેલી ટ્રકની ચોરી થઈ જવાની ઘટનાથી ઓઢવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ અંગે ગુનો દાખલ કરી સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.