Western Times News

Gujarati News

અરવલ્લી : ને.હા.નં-૮ પર વાંટડા ટોલપ્લાઝા નજીક લકઝરી બસમાં લૂંટ : ૩ ગંભીર

(પ્રતિનિધિ) ભિલોડા : અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળી હોય તેવી ઘટનાઓ છાશવારે બની રહી છે, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસના ચાલકે બાઈક ચાલકને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતમાં અટકાવી લકઝરી બસમાં રહેલા યાત્રાળુઓ સાથે મારપીટ કરતા સ્થાનિક બાઈક ચાલકના ૧૫ થી વધુ શખ્સોએ પહોંચી યાત્રાળુઓને ઢોર માર મારી લૂંટી લેતા ભારે હોહકાર મચ્યો હતો લકઝરી બસમાં પ્રવાસ કરતા મુસાફરો ફફડી ઉઠ્‌યા હતા ૩ મુસાફરોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ગાંધીનગર હોસ્પિટલ ખસેડાયા હતા મોડાસા રૂરલ પોલીસને જાણ કરવા ૨ કલાક થી વધુનો સમય ઘટનાસ્થળે પહોંચતા થતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો.

મોડાસા તાલુકાના વાંટડા ટોલ પ્લાઝા નજીક એક લકઝરીમાં લૂંટ ની ઘટના થી ચકચાર મચી જવા પામી છે. બાઈક સવાર કેટલાક શખ્સો આવીને બસ રોકે છે અને યાત્રાળુઓ સાથે પોતાનો રોફ જમાવે છે ત્યારબાદ આ શખ્સો ઉશ્કેરાતા તમામ લૂંટારૂઓ લકઝરીમાં ચઢી જઇને બસમાં સવાર આઠ જેટલા મુસાફરોને ઇજા પહોંચાડી લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત લોકોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેમાથી ત્રણ ની હાલત વધુ ગંભીર જણાવતા ગાંધીનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગત મળતી માહિતી મુજબ મોડી રાત્રે લકઝરી બસ વાંટડા ટોલ પલાઝ નજીક પહોંચી ત્યારે બે બાઇક સવાર લૂંટારૂઓએ બસને આંતરી અને બિભત્સ ગાળો બોલવાનું શરૂ કરી છે,, એટલું જનહીં બસના કાચ પર લાકડીઓ મારી હતી. ત્યારબાદ જ્યારે બસ ઉભી રાખી ત્યારે ફોન કરી બીજા ૧૫ માણસોને બોલવી લૂંટ ચલાવી હતી. મુસાફરોના જણાવાયા અનુસાર તેમની પાસેથી રોકડ અને દાગીના મળી અંદાજિત બે લાખ રૂપિયા ની માલમત્તા છીનવી લીધી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર જ્યારે તમેના પર હુમલા થયો કે તરતજ તેમનામાંથી કેટલાકે પોલીસને ફોન કર્યો હતો પણ પોલિસ બે કલાક બાદ પહોંચી હતી જેના કારણે લૂંટારૂઓને મોકળુ મેદાન મળ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.